વિધાનસભા ચુંટણીને પગલે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી હતી. જોકે મોરબી બેઠક પર કોંગ્રેસે ઉમેદવારનું નામ રવિવારે મોડી સાંજે જાહેર કર્યું હતું અને જયંતી પટેલને ટીકીટ આપવામાં આવતા આજે તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી જયંતી પટેલે આજે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જયંતી પટેલ અને કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ સ્વામીનારાયણ મંદિરે શીશ ઝુકાવી તેમજ સરદાર પટેલ અને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી ફોર્મ ભર્યું હતું.
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જયંતી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને ફરીથી તક આપવામાં આવી છે. જે બદલ તેઓએ શીર્ષ નેતૃત્વ અને કાર્યકરો તેમજ મતદારોનો આભાર માન્યો છે. મિશન 2022 પરિવર્તનનું છે, જનતા પરિવર્તન ઈચ્છે છે અને ગુજરાતની હાલની પરિસ્થિતિમાંથી લોકો પરિવર્તન ઈચ્છે છે. એટલે મોરબીમાં પણ પરિવર્તન થવાનું છે અને તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. લોકોએ આવકાર આપી લાગણી દર્શાવી છે તે બદલ આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.