માંગણી:મધ્યમ વર્ગને સીધી આર્થિક સહાય મુદ્દે કોંગ્રેસનું અભિયાન

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી પ્રમુખે સભ્યો, કોંગ્રેસ કાર્યકરોને જોડાવવા અપીલ કરી

કેન્દ્ર અને રાજ્યની સરકાર કોરોના મહામારી સમયે મધ્યમ વર્ગ અને ગરીબ શ્રમિક વર્ગની સમસ્યાઓને સમજવાને બદલે માત્ર પોતાના આપખુદશાહી નિર્ણય લેતું હોવાના આક્ષેપ સાથે મોરબી સહિત રાજ્યભરમાંસોશિયલ મીડિયામાં કેમ્પઇન શરૂ કરવામાં આવી રહ્યું છે અને મધ્યમ વર્ગને ઓછામાં ઓછા 10000 સીધા ખાતામાં જમા કરવા અને પ્રવાસી મજૂરોને નિઃશુલ્ક તેના ઘરે પહોંચતાં કરવા સહિતની માંગણી કરી હતી. મોરબીમાં કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ મુદ્દે સરકારને જગાડવા ઝુંબેશ ઉપાડવામાં આવશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સુચના અનુસાર આજે તા. 28, ગુરૂવારના રોજ સવારે 11 થી 2 વાગ્યા દરમ્યાન પ્લેટફોર્મ (ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુ ટયૂબ) પર એક લાઇવ વિડીયો દ્વારા મેસેજ મુકીને સરકારને જગાડવા અપીલ કરી હતી. આ ઓનલાઇન ઝુંબેશમાં વધુમાં વધુ કાર્યકરો- નાગરિકો જોડાય તે માટે કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આહવાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...