આયોજન:મોરબીના પીપળી-જેતપર રોડ પર 2 ઓક્ટોબરે કોંગ્રેસની બાઈક રેલી

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભંગાર રસ્તા મુદ્દે સરકારને ભીડવવા વિપક્ષનું આયોજન
  • શહેર અને તાલુકા સમિતિની બેઠકમાં નિર્ણય કર્યો

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો મતદારોના દિલ જીતવા સક્રિય થયા છે ત્યારે મોરબીમાં પણ કોંગ્રેસ હવે સક્રિય બની છે અને કોંગ્રેસી આગેવાનોએ મિટિંગ કરીને ગાંધી જયંતીના દિવસે મોરબીના ખખડધજ પીપળી જેતપર રોડ પર બાઈકરેલી યોજવાની જાહેરાત કરી છે, જેથી કરીને પંથકના ભંગાર રસ્તા મુદે સરકારને ભીડવી શકાય અને જવાબ માગી શકાય.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલા પાટીદાર હોલમા મોરબી શહેર કોંગ્રેસ અને મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની આગામી ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક બુથ પર ઘેર ઘેર જઈ કોંગ્રેસ દ્વારા અપાયેલ આઠ વચનો મતદારો સુધી પહોંચાડવાની યોજના તથા બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના દિવસે પીપળી- જેતપર- અણિયારી રોડ પર મોટરસાયકલ રેલી કાઢવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.આ બેઠકમાં મોરબી તાલુકા કોંગ્રેસ અને મોરબી શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, દરેક ફ્રન્ટ સેલ, મોરચાના પ્રમુખો, સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...