તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકારણ:મોરબીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી પૂર્ણ, 7 ફોર્મ રદ, 19મીએ પાછા ખેંચવાની અંતિમ મુદત

મોરબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ પાછાં ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે

રાજ્યની વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસના મળી કુલ 22 ઉમેદવારોએ 27 ફોર્મ જમા કરાવ્યા હતા.આ ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફોર્મ પાછા ખેંચવાની અંતિમ મુદ્દત 19મી રાખવામાં આવી છે અને સોમવાર સુધીમાં ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ચકાસણી દરમિયાન કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જયંતિ જેરાજનું ફોર્મ મંજુર થઈ ગયું હતું. જેથી તેના ડમી ઉમેદવાર નયન અધારાનું ફોર્મ રદ થયું હતુ. આ જ પ્રમાણે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનું મુખ્ય ઉમેદવારનું ફોર્મ મંજુર થઈ જતા તેના ડમી ઉમેદવાર ડાભી ગણેશના ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બ્રિજેશ ભાઈ દ્વારા ભરવામાં 4 પૈકી 3 અને જયંતિભાઇએ જમા કરાવેલ 2માંથી 1 ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર ચનાણી મુસા અભરામભાઈ દ્વારા ભરવામાં આવેલા 2 ફોર્મમાંથી એક ફોર્મમાં દર્શાવેલ ટેકેદારો પૈકી એક ટેકેદાર કાલાવડ બેઠકના મતદાર હોવાથી તે ફોર્મ રદ થયું હતું. આમ શનિવારે સાંજ સુધીમાં થયેલી ફોર્મ ચકાસણીમાં કુલ 7 ફોર્મ રદ થયા હતા. જ્યારે 20 ફોર્મ માન્ય કરવામાં આવ્યા છે. આજ દિન સુધીમાં 20 ઉમેદવાર મેદાનમાં છે. તા.19 ઓક્ટોબર સોમવારે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે અને સોમવારે સાંજે કેટલા ઉમેદવાર બાકી રહે છે અને ચૂંટણી જંગમાં સીધા મેદાનમાં ઉતરે છે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો