તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરબીના ખાનપરમાં ખરાબામાં કબજો કરનાર ત્રણ શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના ખાનપર ગામે સરકારી ખરાબાની જમીન પચાવી પાડી ખેતી કરતા ત્રણ શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ખાનપરમાં સરકારી જમીન પર ગેરકાયદે ખેતી કરી ત્રણ શખ્સોએ કબ્જો જમાવ્યો હોવાની ઊઠી હતી જે બાદ આ પ્રકરણ મામલતદાર કચેરી સુધી પહોંચહ્યું હતું જેના આધારે મોરબી ગ્રામ્યના મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજાએ તપાસ કરાવતા સરકારી માલિકીની સર્વે નમ્બર 657પૈકી 18 ની 3 -23-75માં આરોપીઓ ડુંગરભાઇ ડાયાભાઇ પરમાર, જગદીશભાઇ ડાયાભાઇ પરમાર અને રતિલાલ ડાયાભાઇ પરમાર સહિતનાએ અનઅધિકૃત રીતે કબ્જો જમાવી ખેતી કરતા હોવાનું ધ્યાને આવતા આ મામલે જિલ્લા કમિટી દ્વારા નિર્ણય લઇ ત્રણેય આરોપી સામે તાલુકા પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...