તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ:મોરબીમાં જડેશ્વર મંદિરના પૂજારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

મોરબી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કથિત ટ્રસ્ટીએ ખોટી રીતે ફસાવ્યાનો પૂજારી પરિવારનો બચાવ

મોરબીના સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિરના પૂજારી સામે કહેવાતા ટ્રસ્ટીએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પૂજારી અને દશનામ ગૌસ્વામી યુવક મંડળે કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, પૂજારીના પરિવારનો જડેશ્વર મંદિરની જગ્યા સ્ટેટ વખતથી કબ્જો હોય ટ્રસ્ટ સાથે કોઈ લેવા દેવા ન હોય કહેવાતા ટ્રસ્ટીએ પૂજારીને લેન્ડ ગ્રેબિંગ કેસમાં ફસાવ્યા છે અને પોલીસે ખોટી રીતે હેરાનગતિ કર્યાની રાવ કરી છે.

કલેકટરને આપેલા આવેદનપત્ર જણાવ્યા મુજબ વર્ષ 1938 મોરબીના રાજવી કાળથી પૂજારી રાજુગિરી ગોવિંદગિરી ગોસાઈનો પરિવાર ત્રણ પેઢીથી મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલા જડેશ્વર મંદિરમાં સેવાપૂજા કરે છે. મોરબી સ્ટેટ દ્વારા આ પૂજારીના પરિવારને મંદિરની જગ્યાનો કબ્જો સોંપવામાં આવ્યો છે અને સરકારી રેકર્ડ ઉપર પણ આ નોંધ થયેલી છે.તેમ છતાં હાલમાં જડેશ્વર મહાદેવ સેવા મંડળ નામના ટ્રસ્ટના કહેવાતા ટ્રસ્ટી યશવંત જોશીએ કોઈપણ જાતના આધાર પુરાવા વગર પૂજારી સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

તેઓએ ગત તા.23/2 અને તા.12/3 ના રોજ ડીવાયએસપી સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું.બાદમાં તા.1 એપ્રિલે બે પોલીસ કર્મીઓ મંદિરે આવી જૂની અરજીમાં નિવેદન લેવાનું કહીને પૂજારી રાજુગિરી તથા તેમના ભાઈ હર્ષદભાઈને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં બેસાડી રાખી તેમજ લોકઅપમાં રાખી ઉલટ તપાસ કરી બે દિવસ સુધી હેરાનગતિ કરી હતી અને નિવેદન લીધા વગર બન્નેને મામલતદાર સમક્ષ જામીન પર છોડી મુક્યા હતા.

આથી ક્યા ગુનામાં આવી રીતે ખોટી હેરાનગતિ કરી તે અંગે તપાસ કરવાની માંગ કરી છે. તેમજ પુજારીના પરિવારને સ્ટેટે કાયદેસરની કબ્જો આપ્યો હોય ક્યા આધારે ટ્રસ્ટીએ આ ખોટી ફરિયાદ નોંધાવી તેની ઉલટ તપાસની માંગ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો