આવેદન:નરમાણામાં પોલીસે મહિલાની છેડતી કર્યાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તપાસ કરી જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવા મોરબીમાં રજૂઆત

જામનગર જિલ્લાના નરમાણા ગામમાં રહેતી એક મહિલા બાઈક પર જતી હતી ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારી દ્વારા રોકવામાં આવી હતી અને જાહેરમાં તેનો હાથ પકડી અભદ્ર માંગણી કરતા ચકચાર મચી ગઈ હતી. જેમના પર મહિલાઓ અને બાળકોની સુરક્ષાની જવાબદારી છે તેવા પોલીસ કર્મચારી દ્વારા જ આવું અશોભીય કૃત્ય કરવામાં આવતા રાજ્યભરમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે અને પોલીસના આ કૃત્ય વિરુદ્ધ અલગ અલગ સંગઠનો પોલીસને આવેદનપત્ર આપી પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે,

ત્યારે મોરબીમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ નામના સંગઠન દ્વારા પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આ ઘટના બાદ મહિલા દ્વારા પોલીસ પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલા કૃત્યનો સ્થાનિક પોલીસ દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે અને આ બાબતે ફરિયાદ લેવામાં પણ આનાકાની કરવામાં આવી હતી તેમજ ભોગ બનનાર મહિલા અને તેના પરિવારજનોને પણ ધાકધમકી આપવામાં આવી રહી છે, આ પોલીસ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરીવાર આવી ઘટના ન બને તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...