તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:મોરબીમાં ઘરમાં ઘૂસી સગીરાની બીભત્સ માગણી કર્યાની ફરિયાદ

મોરબી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા પિતા બહાર ગામ ગયા હોય એકલતાનો લાભ લઇ શખ્સ ઘરમાં ઘૂસ્યો, સગીરાએ દેકારો કરતા આરોપી ફરાર

મોરબી શહેરમાં રહેતી સગીરા ઘરમાં એકલી હોવાથી એક શખ્સે તેણીના ઘરમાં ઘુસી સગીરાના શારીરિક અડપલાં કરીને બીભત્સ માંગણી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.જો કે આ શખ્સની હરકતથી ડરી ગયેલી સગીરાએ દેકારો કરી મુકતા આરોપી નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મળતી વિગત અનુસાર મોરબી શહેરમાં રહેતા એક દંપતી ગત તા.13 ના રોજ મસાલો વેચવાના ધંધાર્થે બહારગામ ગયા હતા.આથી ઘરમાં તેની એક સગીર વયની પુત્રી એકલી હતી.એ દરમિયાન અજય મહાદેવ વિકાણીએ તેમના ઘરનું બારણું ખખડાવ્યું હતું.

આથી ઘરમાં એકલી રહેલી સગીરાએ ઘરનું બારણું ખોલતા આ શખ્સ ઘરમાં ઘુસી જઈને સગીરા પાસે બીભત્સ માંગણી કરી શારીરિક અડપલાં કરતા ઓચિંતા જ આવી હરક્તથી ડઘાઈ ગયેલી સગીરાએ દેકારો કરી મૂકતા આ શખ્સ ઘરમાંથી ભાગી ગયો હતો. બાદમાં ઘરે આવેલા માતાપિતા ઘરે આવ્યા બાદ સગીરાએ આ બનાવની વાત કરતા આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો