કાર્યવાહી:મોરબીમાં 4 પ્લોટ પર કબજો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવાપર ગામના રહીશના માધાપર ગામમાં આવેલા 4 પ્લોટ પર કબજો

મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં સોનાની લગડી સમાન જમીનમાં દિન પ્રતિદિન ગેરકાયદે દબાણ થઈ રહ્યા છે. ભુમાફિયાઓ કયારેક સરકારી ખરાબા પર દબાણ ખડકી તેના પર ગેરકાયદે કબજો કરી લેતા હોય છે અને સરકારી કચેરીના અધિકારીઓ સાથે ગોઠવણ કરી તે જમીન પોતાના નામે કરી લેતા હોય છે.

તો ક્યારેક કોઈકની માલિકીની જગ્યામાં કે પ્લોટમાં ફેનસિંગ કરી અથવા બાઉન્ડ્રી વોલ બનાવી કબ્જા કરી લેતા હોય છે મોરબીમાં જમીન કબજે કરી લેતા માથાભારે તત્વોને જાણે કલેક્ટર તંત્ર હોય કે પોલીસ તંત્ર કોઈનો ડર ન હોય તેમ આડેધડ ગમે તેની જમીન પડાવી લે છે આવી જ એક ઘટના મોરબીના માધપર ગામમાં સામે આવી છે.

જેમાં રવાપર ગામના એક વ્યક્તિના માધાપરમાં આવેલા ચાર પ્લોટ પર બે શખ્સે કબજો કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામમાં આવેલ દર્પણ સોસાયટીમાં રહેતા વિરજીભાઈ છગનભાઈ કુંડારીયાની માધાપર ગામમાં આવેલ 4 જેટલા પ્લોટમાં હીરાલાલ માવજીભાઈ પરમાર અને ખીમજીભાઈ માવજીભાઈ પરમારે ગેરકાયદે કબજો જમાવી દીધો હતો.

આ અંગે તેમને સમજાવવા છતાં પણ આ લોકોએ પ્લોટ ખાલી ન કરતા વિરજીભાઈ કુંડારીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...