માળિયાના ખાખરેચી ગામમાં રહેતી પરિણીતાએ થોડાં દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે મૃતકના પિતાએ તેની દીકરીના સાસુ, સસરા તેમજ પતિ વિરુદ્ધ આપઘાત કરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી પતિ અને સસરાની ધરપકડ કરી હતી.
માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં રહેતી તેજલબેન નામની પરિણીતાને તેના સાસરિયામાં પતિ ગોપાલભાઈ નવઘણભાઈ કોળી સસરા નવઘણ પ્રભુભાઈ કોળી સાસુ વનીતાબેન સહિતના અવારનવાર ઘર કામ બાબતે મેણાટોણા મારતા હતા. તેમજ તેની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ ગુજારતા હતા. જે બાબતે લાગી આવતા તેજલબેને ત્રાસી જઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવમાં મૃતકના પિતા ભટુભાઈ ઘોઘાભાઇ રાઠોડે માળિયા મીયાણા પોલીસ મથકમાં દીકરીના પતિ, સાસુ, સસરા વિરુધ્ધ મરવા મજબુર કર્યા અંગેની ફરિયાદ નોધાવી હતી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપી પતિ ગોપાલ તેમજ સસરા નવઘણભાઈની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.