તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહિશોની રાવ:રોડના નબળા કામની ફરિયાદ થતા પાલિકાએ ચેકિંગ કરી કામ અટકાવ્યું

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના કાલિકા પ્લાોટ વિસ્તારના રહિશોની રાવ

મોરબી ક્લીકા પ્લોટ વિસ્તારમાં નવો રોડની ધીમીગતીએ કામગીરી ચાલી રહી હતી. જેમાં અગાઉ રોડ આખો ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ન કરતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આથી સ્થાનિકોએ અગાઉ અનેક વખત નગરપાલિકામાં તેમના વિસ્તારમાં અધૂરા રોડના કામના પ્રશ્ને અને રોડનું યોગ્ય રીતે ન થતું હોવાની ફરિયાદ કરી હતી.

આથી નગરપાલિકાએ સૂચના આપતા કોન્ટ્રાકટર દ્વારા હમણાંથી ફરીથી આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.જોકે કોન્ટ્રાક્ટર દ્વારા તેમાં પણ ગુણવત્તા સાથે ચેડાં કરી ગેરરીતિ થતી હોવાની ફરિયાદ ઉઠતા મોરબી પાલિકાના સતાધીશો સ્થળ પર દોડી ગયા હતા અને રોડના કામનું નિરીક્ષણ કર્યું જેમાં મોટા પાયે હલકી ગુણવત્તા વાળું થતું હોવાનું સામે આવ્યું હતું.

હલકી કક્ષાના મટીરીયલ અને લેવલ વગરના રોડનું કામ ધ્યાને આવતા આ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તેમજ સ્થળ ઉપર જ કોન્ટ્રાકટર અને સુપરવાઇઝરને બોલાવીને ઉઘડો લીધો હતો અને ફરીથી ટેન્ડરના નીતિ નિયમ મુજબ રોડનું યોગ્ય રૂટ કામ કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત, શહેરમાં ક્યાંય પણ રોડના કામ નબળા થતા હોય તો લોકો પાલિકાનું ધ્યાન દોરે તેવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...