પીડિતાનું પરિવાર સાથે મિલન:મોરબી 181ની ટીમનું સરાહનીય કાર્ય, પતિના શંકાશીલ સ્વભાવથી ઘરેથી નીકળી ગયેલી પીડિતાનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોરબી 181 અભયમની ટીમે પીડિતાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી 181 અભયમ ટીમે પતિનાં શંકાશીલ સ્વભાવના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયેલી પીડિતાનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

પીડિતાનું તેના પરિવાર સાથે સુખદ મિલન
મોરબી 181 અભયમની ટીમને કોલ દ્વારા માહિતી મળી હતી કે એક મહિલા ઘરેથી નીકળી ગયા છે તેઓ ખૂબ ચિંતામા છે, જે કોલને લઇ 181 અભયમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, કોન્સ્ટેબલ ભારતીબેન ધલવાણીયા તેમજ પાયલોટ હૈદર કાગેસીયા ઘટના સ્થળે દોડી ગયા હતા. 181 ની ટીમે પિડીતાને સમજાવ્યા અને તેમનુ કાઉન્સિલીગ કયુઁ હતું. બહેન સાથે 181 અભયમ ટીમે વાતચીત કરી વાતચીત કરતા જણાવ્યું હતું કે પિડીતા બહેનના આજથી છ મહિના પહેલા જ લગ્ન થયા છે. પિડીતા પાસેથી તેના પતિનો ફોન નંબર મેળવી તેના પતિ સાથે મોબાઇલ દ્વારા વાતચીત કરી તેમના ઘરનુ સરનામું જાણી 181 અભયમ ટીમે પિડીતાની સાથે તેના સાસરિયામાં લઇ ગયા હતા અને ઘટનાની તમામ માહિતી આપી હતી.

પરિવારે અભયમની ટીમનો આભાર વ્યક્ત કર્યો
ત્યારે પીડિતાના સાસરિયાઓએ જણાવ્યું હતું કે તેમને ખબર જ ન હતી કે બહેન ક્યા ગયાં છે તેના પતિએ ઘણી શોધ કરી પરંતુ તેઓને મળ્યા ન હતાં. બહેન તેના પિયરમાં રોજ વારંવાર ફોન કરી વાતચીત કરતાં હોય અને બહેનને લગ્ન પહેલા કોઈ અન્ય‌ પુરુષ સાથે સંબંધ હોય તેથી તેના પતિ ખોટી શંકા કરતા અને તેમના વચ્ચે મતભેદ થતા ઝઘડો થયો હતો તેથી પીડિતા બહેન કંટાળીને ઘરે કહ્યા વગર બહાર નીકળી ગયાં હતાં. 181 અભયમ ટીમ દ્વારા તેના પતિ અને સાસરીના સભ્યોને સલાહ સુચન માગૅદર્શન આપી તેમના વચ્ચે સુખદ સમાધાન કરાવ્યુ હતું અને બહેનના પિયરના સભ્યોને બોલાવી તેમની સાથે પણ વાતચીત કરી યોગ્ય માર્ગદશન આપી પિડીતાના પતિ અને સાસરીયાઓ બહેનને સલામત ઘરે પહોચાડ્યાએ બદલ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...