અકસ્માત:ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર, 10 મુસાફરને ઇજા

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કર પલટી જતા વાહન ડાઇવર્ટ કરાયા બાદ બની ઘટના
  • હળવદના કવાડિયા પાસે બસને નડ્યો અકસ્માત

અમદાવાદ હળવદ હાઇવે પર આવેલા સુખપર ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા કેમિકલની રસ્તા પર રેલમછેલ થઇ ગઇ હતી અને તેના લીધે રસ્તા પર વાહનવ્યવહારને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો, આથી ડાઇવર્ટ રૂટ પર દોડતી ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે હળવદના કવાડિયા પાસે જોરદાર ટક્કર થઇ હતી અને તેના લીધે બસમાં મુસાફરી કરી રહેલા 10 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી અને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના પગલે ફરી ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ દોડી ગઇ હતી અને વાહન વ્યવહાર ક્લિઅર રખાવ્યો હતો.

અમદાવાદ હળવદ હાઇવે પર સુખપુર ગામ પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારી જતા કેમિકલ રસ્તા પર ઢોળાઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાને પગલે ટ્રાફિક જામ થતા પોલીસે એક રસ્તો બંધ કરી બન્ને સાઈડના વાહનો એક તરફ ડાયવર્ટ કર્યા હતા. જો કે સતત ધમધમતા આ માર્ગ પર વાહનો વધી જવાના કારણે મોરબીથી સુરેન્દ્રનગર જતી મયુરરાજ ટ્રાવેલ્સની બસ અને ટ્રેઇલર વચ્ચે અમદાવાદ હળવદ હાઇવે પર કવાડિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસને ભારે નુકશાન થયું છે. અને બસમાં સવાર મુસાફરોમાંથી મફાભાઇ ખીમાભાઇ ડાભી,મીનાબેન રાજુભાઈ,તકુબેન કરમશીભાઇ, ફૈજુબેન અકબરભાઈ, નસીમબેન નાસીર સમીમબેન નાસીંગભાઇ સહિત 10 મુસાફરને ઇજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં મોરબી,હળવદની 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને ડાઇવર્ટ રૂટ પર ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ સાબદી બની હતી. જો કે ટ્રાફિક પોલીસની સતર્કતાને પગલે ડાયવર્ટ રૂટ પર ટ્રાફિક જામ સર્જાયો ન હતો અને વાહનચાલકોની હાલાકી ઓછી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...