તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનું જોર વધ્યું:મોરબી જિલ્લામાં ઠંડીની કાતિલ લહેર, પારો 8 પર સ્થિર

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પશુઓને ઠંડીથી બચાવવા હિટર તેમજ ગ્રીનનેટનો ઉપયોગ. - Divya Bhaskar
પશુઓને ઠંડીથી બચાવવા હિટર તેમજ ગ્રીનનેટનો ઉપયોગ.
 • મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું, ગરમ વસ્ત્રોમાં કેદ થતું જનજીવન

ઉતર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે સમગ્ર ગુજરાતમાં ઠંડા પવન ફુકાઇ રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્ર ભરમાં ઠંડીનું જોર વધ્યું છે.મોરબી જિલ્લામાં સતત બે દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવન અને કાતિલ ઠંડીએ હાજા ગગડાવી દીધા છે. મોરબી જિલ્લામાં તાપમાનનો પારો ઐતિહાસિક રીતે ઘટી 8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.તો મહત્તમ તાપમાન પણ 24 ડિગ્રી સુધી અટકી જતા દિવસ દરમિયાન પણ ભારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હાડ થીજવતી ટાઢમાં ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં જનજીવન ધ્રુજી ઉઠ્યું છે. એકંદરે કડકડતી ટાઢથી જનજીવન ઠીંગરાઈ ગયું છે.

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીએ રીતસરનો બોકાસો બોલાવી દીધો છે. પરિણામે કડકડતી ટાઢથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાત પડે ને બજારો સુમસામ બની જાય છે. કોલ્ડવેવના લીધે કર્ફ્યુ લદાયો હોય તેવો માહોલ જોવા મળે છે. તો આરોગ્યના સંર્વધન માટે શ્રેષ્ઠ ગણતી ઋતુ નો લોકો ભરપૂર લાભ લઇ રહ્યા છે.આહાર અને ખાન-પાનમાં ગરમ વસ્તુઓની મોજ પડી જતી હોય છે. આથી અડદિયા, ગુંદર પાક, વિવિધ જાતની ચીકીઓ, જીંજરા, મીઠા બોર, વિવિધ જાતના ફળો સહિતની ખાદ્યવસ્તુઓની ડિમાન્ડ વધી છે. તેમજ આરોગને લઈને જાગૃત લોકો નિયમિત વ્યાયામ કરીને શરીર ચુસ્ત બનાવી રહ્યા છે.

ગરમ વસ્ત્રોની બજારની ઠંડી ઊડી, તડાકો બોલ્યો
ગાત્રો થીજાવતી ટાઢે લોકોને આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર કરી દીધા છે. આથી, ગરમ વસ્ત્રોની બજારમાં પણ તડાકો પડ્યો છે. જાતજાતના ગરમ સ્વેટર, ગરમ જાકિટ, મફલર, ટોપી સહિતના ગરમ વસ્ત્રોની બજારમાં ફરી ગરમી આવી ચૂકી છે. વેપારીઓ અને ધંધાર્થીઓ જે સમયની રાહ જોઇ રહ્યા હતા તે આવતાં વેપાર થશે તેવી આશા તેઓને બંધાઇ છે.

રામપરા જીનિંગ પુલમાં સિંહને બચાવવા વ્યવસ્થા
મોરબી જિલ્લાના વાંકાનેર રામપરા વીડી ખાતે આવેલા સિંહ બ્રિડિંગ સેન્ટર તેમજ સંવર્ધન કેન્દ્રમાં હાલ નાના બચ્ચાંથી લઇ વયસ્ક સિંહ મળી કુલ 11 જેટલા વનરાજનો વસવાટ છે.વન વિભાગ દ્વારા અહીં રહેતા બાળ સિંહ તેમજ વયસ્ક સિંહને ઠંડીથી બચાવવા 4 જેટલા હિટર તેમજ તેમના વસવાટ ફરતે લીલી નેટથી ઢાંકી તેમને ઠંડીથી રક્ષણ આપવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.> સી.વી.સાણજા, આરએફઓ, વાંકાનેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો