તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:હોમ આઈસોલેટ દર્દીઓને નારિયેળનું વિતરણ કરાશે

મોરબી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોરબીના સેવાભાવી યુવાનોએ કરી પહેલ

મોરબીમાં કોરોના સમયમાં દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર, રેમડેસિવિર ઈન્જેકશન તેમજ દવા જેવી ઈમરજન્સી ચીજ વસ્તુઓથી લઈ માસ્ક સેનિટેશન અને મોસંબી નારિયેળ જેવી નાની જરૂરરિયાત પહોંચતી કરવા સત્તત સક્રિય રહેલા સેવાભાવી યુવાનો દ્વારા કોરોના મહામારીમાં ફળ અને નારિયેળના ભાવ આસમાને જતા આ જરૂરીયાત પુરી કરવા બીડું ઝડપી લેવામાં આવ્યું છે અને નાસિકથી મોસંબી અને નારિયેળની આંખો ટ્રક ભરી ફળ લાવ્યા.

મોરબીના અજયભાઈ લોરીયાએ હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે આવકાર દાયક નિર્ણય લીધો છે. હોમ આઇસોલેશનવાળા દર્દીઓને નારિયેળ અને સંતરા લેવા માટે છેલ્લાં અઠવાડિયાની અંદર પોઝિટિવ આવ્યો હોય એ રિપોર્ટ સાથે લઈ માર્કેટિંગ યાર્ડ શનાળા રોડ મોરબી પહેલા શેડમાં આવવાનું રહેશે.

આ શેડમાં વિવેકભાઈ, અંકિત લોરીયા તેમજ કિશન રાંકજાનો સંપર્ક સાધવાનો રહેશે.નારિયેળ લેવા આવતી વખતે સોશ્યલ ડિસ્ટનસના પાલનની સાથે સાથે સરકારના નિયમોનું ચુસ્ત પણે પણ પાલન કરવાનું રહેશે. નાળિયેર અને સંતરાનો જથ્થો હશે ત્યાં સુધી જ વિતરણ કરવામાં આવશે તેવું અંતમાં જણાવવામાં આવ્યુું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો