તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોરબીમાં ટ્રકમાંથી કોલસો કાર પર ખાબક્યો, ચાલકનો બચાવ

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવલખી હાઇવે પર ઓવરલોડ ટ્રકની હેરફેર મુદ્દે રજૂઆત

નવલખી પોર્ટમાંથી કોલસો મોટા પ્રમાણમાં મોરબીના સીરામિક તેમજ અન્ય ઉધોગમાં આવી રહ્યો છે. આ માટે હેવી ટ્રકમાં કોલસાનું પરિવહન કરે છે. આ ટ્રક મોરબી નવલખી રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ચુક્યા છે જેનું તાજું ઉદાહરણ સામે આવ્યું હતું. જેમાં.માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના જયદીપ બાલુભાઇ સંઘાણી નામની વ્યક્તિ તેની કારમાં મોરબી નવલખી હાઈવે પરથી પસાર થતા હતા તે દરમિયાન લૂંટાવદર ગામ પાસે એક ઓવરલોડ કોલસા ભરેલા ટ્રકમાંથી કોલસાનો ભાગ નીચે પડ્યો હતો અને કાચના માથે પડતા કાર બેકાબુ બની હતી. અને ડિવાઈડર સાથે અથડાઈ હતી સદનસીબે કાર ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો. જયદીપભાઈએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવા બેફામ રીતે ઓવરલોડ કોલસો ભરીને ફૂલ સ્પીડે દોડતાં ટ્રક ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓ કારમાં હોવાથી તેઓનો જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો