સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ:ખેડૂતો પર ચિંતાનાં વાદળ છવાયાં; ઠેર-ઠેર કમોસમી છાંટા પડ્યા

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબી - Divya Bhaskar
મોરબી
  • મોરબી જિલ્લા સહિત જસદણ, ગોંડલ, વાંકાનેર, આટકોટ પંથકમાં વાતાવરણ પલટાયું

ગયા સપ્તાહમાં મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યા બાદ ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરને પગલે મોરબી સહિત રાજ્યભરમાં ફરિવાર વાતાવરણમાં બદલાવ આવ્યો છે. મોરબીમાં છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. દિવસ દરમિયાન વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બુધવારે સવારે અનેક સ્થળોએ કમોસમી છાંટા પડયા હતા ખાસ કરીને મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.તો આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહ્યુ હતુ.મોરબીના ભર ઉનાળે આ રીતે વાદળ છાયું વાતાવરણ સર્જાવાના પગલે લોકોને આકરા તડકાથી રાહતનો અહેસાસ થયો હતો.

આટકોટ
આટકોટ

મોરબી શહેરમાં દિવસ દરમીયાન મહતમ તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયુ હતું તો લઘુતમ તાપમાન પણ ૨૧ ડિગ્રી રહ્યું હતુ તો ઠંડા પવન પણ ફૂકાતાખેડૂતોમાં ચિંતાની લકીર છવાઈ ગઈ હતી કારણકે એક તરફ મોટાં ભાગના ખેતરમાં શિયાળું પાક તૈયાર થઈ ગયો છે કેટલાક ખેતરમાં પાકની કાપણી થઈ ગઈ છે તો કેટલાક ખેતરમાં હજુ કાપણી બાકી છે આવા સમયે વરસાદી માહોલ સર્જાયો છે હજુ એક સપ્તાહ પહેલા કેટલાક વિસ્તારમાં વરસાદ થવાથી પાકને નુકસાન થયું હતું ત્યા ફરી વરસાદ થશે તો નુક્શાન સહન કરવો પડી શકે છે.

આટકોટ
આટકોટ

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એ.સી. મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા.

એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એ. પી. એમ . સી. માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ એ જણાાવ્યુ છે. આટકોટ પંથકમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે સવારે વરસાદી છાંટા પડયા હતાં. ખેડૂપોને ખેતરમાં ઉભેલા ઘઉંનો પાક નુકસાની ભીતી સેવાઈ રહી છે હજું ધણાં ખેડુતોને ખેતરમાં ઊભા રહેલ ઘઉંનો પાક નુકસાની થશે તેવી ચિતા પ્રસરી છે.

વાંકાનેર યાર્ડમાં આગાહીને પગલે જગ્યાના અભાવે જણસોની ઉતરાઈ બંધ
હવામાન વિભાગની કમોસમી વરસાદની તા. ૧૬ માર્ચથી તા. ૧૮ માર્ચ સુધીની આગાહી હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા વાહનમાં તાલપત્રી ઢાંકીને જણસ લાવવા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે તા. ૧૫ માર્ચથી તા. ૧૭ માર્ચ સુધી સાંજના ૧૦ થી શેડમાં જગ્યા થશે ત્યારથી ઉતરાઈ ચાલુ કરવામાં આવશે જેમાં શેડ ૫ અને ૬ માં જીરૂ, શેડ ૩ અને ૪ માં કપાસ અને શેડ ૧ અને ૨ માં ઘઉંની ઉતરાઈ કરવા દેવામાં આવશે તેમજ જીરૂ, કપાસ અને ઘઉં સિવાયની તમામ જણસોની ઉતરાઈ જગ્યા ના હોવાને કારણે સદંતર બંધ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી ને પગલે યાર્ડ દ્વારા વેપારીઓ કે ખેડૂતોને નુકસાની વેઠવી પડે નહિ તે માટે સુચારુ આયોજન કરાયું હોવાનું પૂર્વ વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...