રજૂઆત:દોઢ વર્ષથી બંધ ધો. 1 થી 5ના વર્ગો શરૂ કરવા માંગ, શાળાના સંચાલકોની CMને રજૂઆત

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં ખાનગી શાળાના સંચાલકોએ આજે રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે કોરોનાને લીધે બાળકોના અભ્યાસ પર તો ફટકો પડ્યો જ છે, સાથે સાથે બાળકોની અભ્યાસની અમુક ટેવ છૂટી રહી છે. આથી હવે જનજીવન રાબેતા મુજબ થઇ શકે તેવી સ્થિતિમાં છે ત્યારે ધો. 1 થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરી દેવા જોઇએ તેવી માગણી કરાઇ છે.

કોરોનાના કારણે દોઢ વર્ષ દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં મોટો ફટકો પડયો હતો. બાળકોમાં કોરોનાના સંક્રમણની અસર થવાની ભીતિને પગલે દોઢ વર્ષ સુધી શાળામાં ઓનલાઈન શિક્ષણ ચાલ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ધોરણ 6થી 12, કોલેજમાં શિક્ષણ શરૂ થયું છે. જો કે હજુ પણ ધોરણ 1થી 5 બંધ છે. લાંબા સમયથી ઓફલાઈન શિક્ષણ બંધ રહેવાને કારણે શિક્ષકો હવે ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરાવવા માગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...