જાનથી મારી નાખવાની ધમકી:ટંકારાના નસીતપર ગામે જાહેર સભા બાદ મારામારી; તાલુકા પંચાયતના સદસ્યને 4 શખ્સોએ માર માર્યો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના નસીતપર ગામમાં જાહેર સભા પૂર્ણ થયા બાદ જૂની અદાવતનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી હતી. જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

કોંગ્રેસ પક્ષની જાહેર સભા બાદ મારામારી
ટંકારાના લજાઈ ગામના રહેવાસી અને તાલુકા પંચાયત સદસ્ય પંકજ મસોતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તા.16ના રાત્રીના કોંગ્રેસ પક્ષની નસીતપર ગામે જાહેર સભા હતી. જેથી તેઓ ગયા હતા અને સભા પૂર્ણ થયા બાદ નસીતપર ગામના ઝાપા પાસે પંકજ મસોત ઉભા હતા. ત્યારે કૌટુંબિક જમાઈ દિનેશભાઈ અઘારા જે નસીતપર ગામે રહે છે તે આવી તારે શું પ્રકાશભાઈ સાથે લપ છે, કેમ તને કાઈ વાંધો છે? તેમ પૂછતા ફરિયાદીએ બનાવ હતો હવે કાઈ નથી તેમ કહ્યું હતું. ત્યારે પાછળ પ્રકાશ ઉભો હતો અને દિનેશે પાછળથી પીઠ પર પગ મારતા તેઓ પડી ગયા હતા. ત્યારે પ્રકાશ, તેના બાપુજી રમેશભાઈ અને પ્રવીણએ ઢીકાપાટુંનો માર માર્યો અને અને લોખંડ પાઈપ વડે પગમાં મારી ઈજા કરી હતી.

પોલીસે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી
​​​​​​​
ત્યારે ફરિયાદીના મિત્ર વિશાલ દેત્રોજા અને મિલન મસોત અને બીજા માણસો આવી જતા તેને બચાવ્યા હતા. જે ઝપાઝપીમાં ખિસ્સામાં રહેલ રૂપિયા ક્યાંક પડી ગયા હતા અને ચારેય આરોપી જેમ ફાવે તેમ ગાળો બોલી આજ પછી કોઈ દિવસ ગામમાં પગ મુકતો નહીં નહિતર તને જાનથી મારી નાખશું તેવી ધમકી ઉચારી હતી. ઈજા પહોંચતા તેને ટંકારા સરકારી હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા હતા.​​​​​​​ આ બાબતે ટંકારા પોલીસે પંકજ મસોતની ફરિયાદને આધરે આરોપી પ્રકાશ રમેશ, રમેશ ધરમશી, દિનેશ અઘારા અને પ્રવીણ રહે. બધા નસીતપર તા.ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...