તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમંગ ઉલ્લાસ:પર્વની દીપોત્સવી ઉજવણી, મોરબી, ગોંડલ, જસદણ, વાંકાનેર, ધોરાજી સહિતના શહેરો બન્યા રોશનીથી ઝળાહળા, ઘરે ઘરે દીપજ્યોતિનો ઉજાસ ફેલાયો

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેરોજગારી, મોંઘવારી, કોરોના સહિતની વેદનાને વિસારી લોકો છેલ્લી ઘડીએ મન ભરીને મોજ માણવા નીકળી પડ્યા

માર્ચમાં કોરોનાની એન્ટ્રી અને બાદમાં સતત ઉચાટ અને ઉદવેગમાં જીવતા લોકોને આઠ માસના અંતરાલ બાદ તહેવારોની ઉજવણી કરવાનો મોકો મળ્યો હોઇ, નગરજનોએ દીપાવલી પર્વની શાનદાર, જાનદાર ઉજવણી કરી હતી અને દિલથી પર્વને વધાવ્યું હતું. રાજકોટ અને મોરબી જિલ્લાના મોટાભાગના શહેરોની મહત્વની ઇમારતો, બ્રિજ, માર્ગોને રોશનીનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો અને બજારો પણ રાત સુધી લોકોની ભીડ અને ખરીદીની સાક્ષી બની હતી. વેપારીઓના મોં પણ મલકાયા હતા. સરકારની ગાઇડ લાઇન છતાં લોકોએ ફટાકડા માત્ર બે કલાક નહીં, રાતભર ફોડીને કોરોનાનો ડર ધુમાડાના ગોટેગોટામાં ક્યાંય ફગાવી દીધો હતો..

ગોંડલ : ગોંડલમાં રહી રહીને દિવાળીનો માહોલ જામ્યો હતો.બજારો ધમધમી ઉઠી હતી.ગારમેન્ટનાં ધંધામાં તેજીનો માહોલ હોય તેમ તૈયાર કપડાંનાં શો રુમથી લઇ નાની દુકાનો ગ્રાહકોથી ઉભરાઇ હતી.ઘર સજાવટની વસ્તુઓ,કટલેરી સહિતનો વેપાર મહીનાઓ પછી ઉંચકાયો હતો.બુટ ચપ્પલ સહીતની દુકાનોમાં ધુમ ઘરાકી જોવાં મળી હતી.ખાસ કરીને સાંજથી મોડીરાત સુધી બજારો ની હાલત ટ્રાફિક જામ જેવી થવાં પામી હતી.

નગરપાલિકા દ્વારા સંગ્રામસીહજી હાઇસ્કુલનો ટાવર, વેરી દરવાજા, ટાઉનહોલ, ભગવત્ ગાર્ડન સહીત રોશની કરાઇ હોય ઝળહળી ઉઠ્યાં હતાં. મોરબી : શહેરના દરેક ઘરના આંગણે આસોપાલવના તોરણ બંધાયા અને દિપમાળા પ્રજવલ્લીત થયા. તહેવારની ઉજવણીના ભારે ઉત્સાહની અસર બજારમાં પણ દેખાઇ હતી અને ધનતેરસથી દિવાળી સુધી લોકોએ સુકનવંતી ખરીદી કરી વેપારીઓને પણ ખુશ કરી દીધા મોટાભાગના લોકોએ ઘરે જ દિવાળી મનાવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો