તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Children From Families In Chhewada Areas Of Morbi District, Including 85 Children From Maliya Slums, Will No Longer Be Deprived Of Education.

શિક્ષણ સ્કૂલ ઓન વ્હીલ્સ:માળિયાના ઝુંપડપટ્ટીના 85 બાળકો સહિત મોરબી જિલ્લાના છેવાડાના વિસ્તારોના પરિવારોનાં બાળકો પણ અભ્યાસથી હવે વંચિત નહીં રહે

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
દેશના ભાવી નાગરીકો શિક્ષણથી વંચીત ન રહે અને ઘર આંગણે શિક્ષણની સવલત મળે તે માટે સરકારનો આ પ્રોજેક્ટ બાળકોમાં પ્રિય બન્યો છે. - Divya Bhaskar
દેશના ભાવી નાગરીકો શિક્ષણથી વંચીત ન રહે અને ઘર આંગણે શિક્ષણની સવલત મળે તે માટે સરકારનો આ પ્રોજેક્ટ બાળકોમાં પ્રિય બન્યો છે.

પ્રાથમિક શિક્ષણને દેશના દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર તરીકે બંધારણમાં સમાવવામાં આવ્યો છે. અને દેશની સરકારની જવાબદારી બને છે કે દેશના દરેક નાગરિકને શિક્ષણ આપવું.અને તેના જ ભાગરૂપે અલગ અલગ રાજ્યમાં દરેક ગામ અને શહેરમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવાની સાથે શાળાઓ પણ ચાલતી હોય છે. શહેર અને ગામડામાં તો લોકો એક જગ્યા વસવાટ કરતા હોવાથી બાળકોને પ્રાથમિક શાળામાં અભ્યાસની તક મળી રહે છે.પણ છેવાડાના વિસ્તાર રણવિસ્તાર,દૂર દૂર આવેલા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં લોકો આવવાનું તો દૂર જવાનું પણ વિચારતાં નથી તેવા સ્થળો ગરીબ લોકો તેમના પરિવાર સાથે તમામ અગવડતાઓ ભોગવી માત્ર પોતાની આજીવિકા મેળવવા રહેતા હોય છે. મોરબી જિલ્લામાં પણ આવા છેવાડાના વિસ્તારમાં માળીયા તાલુકાના નવલખી પોર્ટ પાસે આવેલા જુમ્માવાડી અને તેની આસપાસની વાંઢ વિસ્તાર છે, તો વાવણીયાથી લઈ માળીયા સુધી મીઠાના અગરનો વિસ્તાર છે આ ઉપરાંત હળવદમાં પણ ટિકરના રણ વિસ્તારમાં આવેલા મીઠાના અગરીયાઓનો સમાવેશ થાય છે.એક બન્ને વિસ્તારોમા મોટી સંખ્યામાં ગરીબ પરિવારના બાળકો રહે છે. આ બાળકોને અઅભ્યાસ માટે રાજય સરકાર ધ્વારા સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એસટીની જૂની બસને મોડીફાય કરી તેમાં બ્લેકબોર્ડ, ચિત્રો, સાથેની શાળા તૈયાર કરી બાળકને ભણાવવામાં આવે છે. મોરબી જિલ્લામાં આવી બે બસ ફાળવામાં આવી છે, જેમાં એક જુમ્માવાડી વિસ્તાર, એક ગુલાબડી વિસ્તાર તરીકે જાણીતો રણ પ્રદેશ તેમજ હળવદના ટિકર રણમાં આવેલ અગરનો સમાવેશ થાય છે. મોરબીમાં જિલ્લામા પ્રોજેકટ અંતર્ગત કુલ 85 જેટલા બાળકોને અભ્યાસ કરવામાં આવે છે.

ભણશે ગુજરાત | એસ.ટી.ની જૂની બસને મોડિફાય કરી આકર્ષક રંગરૂપ સાથે તૈયાર કરાયા ક્લાસરૂમ બાળકોને પ્રાથમિક અભ્યાસ જ કરવાનો હોવાથી અન્ય કોઈ શાળાના શિક્ષકોને ફાળવવાને બદલે આસપાસના વિસ્તારોમાં કોઈ 12 પાસ કે ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિ હોય તેનું સિલેક્શન કરી માનદ વેતન સાથે રાખવામાં આવે છે. એક બસમાં 2 બાલ મિત્રની નિયુક્તિ કરવામાં આવે છે. હાલ જુમ્માવાડી અને ટિકર રણમાં મળી 4 બાલ મિત્ર બાળકોને અભ્યાસ કરાવે છે તો 2 બાલ મિત્રની જગ્યા ખાલી છે. છેવાડા સુધી શિક્ષણ મળે તેના તમામ પ્રયાસ માટે અમે તૈયાર અગરિયાના બાળકોના શિક્ષણ માટે સરકાર દ્વારા 2 બસ સ્કૂલ ઓન વ્હિલ પ્રોજેકટ અંતર્ગત ફાળવી છે.જેમાંથી 1 બસ જુમાવાળી ખાતે રણ વિસ્તારમાં મૂકવામાં આવી છે .જિલ્લા એસટીપી કો.ઓર્ડિ. ડાભી .BRC.CRC. બાલમિત્ર દ્વારા અવારનવાર મુલાકાત લેવામાં આવે છે. શિક્ષણથી વંચિત રહેલા બાળકોનો સર્વે કરી તેમના શિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમના ફોટા દરરોજ એસટીપી ગ્રુપમા મુકવામાં આવે છે, અને જિલ્લાના અધિકારીઓ દ્વારા દરરોજ સીધું મોનિટરિંગ કરવામાં આવે છે.આ ઉપરાંત રણ વિસ્તારમાં જ આવેલી દેવ સોલ્ટ તથા અન્ય કારખાનાઓમા મજૂરી કામ કરતા મજૂરોના બાળકો માટે પણ શિક્ષણની વ્યવસ્થા માટે એમની રુબરૂ મુલાકાત લેવામાં આવે છે. ગુલાબડી વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી કોઈ બાલમિત્ર ત્યાં જઈ શિક્ષણ કાર્ય કરાવવા તૈયાર થતું નથી.જેના કારણે ગુલાબડી રણ વિસ્તારમાં કોઈ બાલમિત્ર નથી.જે બાળકો શાળામાં અભ્યાસ કરે છે એમને હોમલર્નિંગ શાળા દ્વારા કરાવવામાં આવે છે. હજુ પણ આ બાબતે પૂરતા પ્રયત્નો સાથે અમારા દ્વારા સતત સઘન પ્રયત્નો ચાલુ રહેશે. > બી.એમ સોલંકી, જિલ્લા શિક્ષણ અધિકારી.

અન્ય સમાચારો પણ છે...