મોરબીના હળવદ રોડ પર આવેલા નીચી માંડલ ગામ નજીકના રામેસ્ટ ગ્રેનીટો સિરામિક ફેક્ટરીમાંથી અલગ અલગ એનજીઓએ તપાસ કરી હતી, જેમાં ફેકટરીમાંથી 20 બાળકો મજૂરી કરતા મળી આવતા તમામને છોડાવ્યા હતા. મોરબીમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, શ્રમ વિભાગ આ બાબતે આંખ આડા કાન કરતું હોય છે જેથી આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું હોય છે.
જો કે અલગ અલગ એનજીઓ આ પ્રકારની બાળ મજૂરી અટકાવવા સક્રિય હોય છે અને સમયાન્તરે અલગ અલગ ફેકટરીમાંથી આ રીતે ઓપરેશન હાથ ધરીને મજૂરી કરતા બાળકોને છોડાવે છે. નીચી માંડલ પાસે રામેસ્ટ ગ્રેનેટો સિરામિક ફેક્ટરીમાં બાળ મજૂરો કામ કરતા હોવાની બાતમી આધારે બચપન બચાઓ નામની દિલ્હીની એનજીઓ, ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ , ફ્રેન્ડસ ફોર વુમેન એન્ડ ચાઈલ્ડ સહિત અલગ અલગ એનજીઓની ટીમે તાલુકા પોલીસ તેમજ મોરબી ચાઈલ્ડ લાઇન સહિતની ટીમ બપોરે આવી પહોંચી હતી અને ફેકટરીમાં મજૂરી કરતા અલગ અલગ રાજ્યના 20થી વધુ બાળ મજૂરોને છોડાવ્યા હતા. ઉપરાંત ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહીને અને નાઈટ શિફ્ટ કરતા બાળકો મળી આવ્યા હતા આ તમામને રેસ્ક્યુ કરી તાલુકા પોલીસ મથક ખાતે લાવ્યા હતા.
ફેક્ટરીમાં કામ કરતા મોટાભાગના બાળકો યુપી, બિહાર અને ઝારખંડ રાજ્યના
પકડાયેલા બાળકો યુપી,બિહાર ઝારખંડ,ઓડીસા તેમજ યુપીના હોવાનું જાણવા મળ્યું છે. અને અહી 12 થી 17 વર્ષના બાળકો રહે છે અને આ બાળકો તેના માતા પિતા વિના જ આવ્યા છે. જેમાં 2 થી 3 છોકરી પણ હોવાનું સામે આવ્યું છે. મજૂરી માટે લાવવામાં આવેલા બાળકો અહીં કેવી રીતે આવ્યા અને કેટલા સમયથી રહે છે તે અંગે તપાસ કરી રહી છે. હાલ પકડાયેલા બાળકોની સ્થિતિ જોતા બીજા રાજ્યોમાંથી બાળ તસ્કરોની ગેંગ અહી બાળકોને લલચાવી લાવતા હોય અને મજૂરી કરવા મજબુર કરતા હોવાની સંભાવના છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.