તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મોરબીમાં પાંચમા માળેથી પડી જતાં બાળકનું મોત

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • S. P. રોડ પર ઇડનગાર્ડન પાસેનો બનાવ
  • રાજકોટના રહીશની મકાન દબાણની ફરિયાદ

મોરબી એસપી રોડ પર આવેલા ઇડન ગાર્ડન નજીક રહેતા અને ત્યાં જ બાંધકામમાં મજૂરી કરતા કેલેસિંગ બામણીયાનો દસ વર્ષનો પુત્ર શિસપાલ રમતા રમતા પાંચમા માળેથી પડી ગયો હતો જ્યાંથી બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની વધુ તપાસ આરંભી છે. તો અન્ય એક બનાવમાં મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

રાજકોટ રહેતા અને મોરબીના અમરેલી ગામ પાસે શ્રધ્ધા પાર્કમાં મકાન ધરાવતા રમેશભાઈ બીજલભાઈ મકવાણાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ધરપકડ સહિતની કાર્યવાહી આરંભી છે. જેમાં તેમણે 2017માં સંબંધના દાવે નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા જયપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને પોતાનું મકાન રહેવા માટે આપ્યું હતું પરંતુ બંને ભાઈઓએ આ મકાન પચાવી પાડતાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...