હવે ગુટલી બાજોની ખેર નહીં!:મોરબી નગરપાલિકાના 7 કર્મચારીઓના મેડીકલ ચેકઅપ માટે ચીફ ઓફિસરનો આદેશ

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી નગરપાલિકામાં કર્મચારીઓ બીમારીના બહાના બતાવીને રજા પર ઉતરી જતા હોય છે. જેથી જરૂરી સેવાઓ ખોરવાઈ જતી હોય અથવા પ્રભાવિત થતી હોવાથી ચીફ ઓફિસર દ્વારા પાલિકાના 07 કર્મચારીઓના મેડીકલ ચેકઅપ માટે આદેશ આપ્યા છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા સિવિલ હોસ્પિટલ મોરબીના સિવિલ સુપ્રીટેન્ડન્ટને પત્ર લખી જણાવ્યું છે કે, આઉટડોર વિભાગના અધિકારીઓ અગત્યની કામગીરી સંભાળતા હોય અને અવારનવાર બીપી, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીનું બહાનું બતાવી રજા પર જતા હોય છે. જેથી શહેરની જાહેર સુખાકારીની કામગીરીમાં મુશ્કેલી પડતી હોય અને તેની પાસેથી કામગીરી લઇ શકાતી નથી. જેથી અધિકારીઓને ખરેખર શું તકલીફ છે ? તે અંગે જરૂરી મેડીકલ ચેકઅપ કરી ફીટનેશ ખરાઈ કરી કચેરીને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકાના મેલેરિયા વિભાગના કૃષ્ણસિંહ જાડેજા, સેનિટેશન વિભાગના હિતેશભાઈ રવેશિયા, વોટર વર્કસ વિભાગના હર્ષદ કંસારા, ભૂગર્ભ ગટર વિભાગના હિતેશભાઈ દવે, ઇલેક્ટ્રિક વિભાગના સૂર્યકાંતભાઈ પાટીલ, ગાર્ડન વિભાગના નિરંજનભાઈ ભટ્ટ અને હાઉસ ટેક્સ વિભાગના અલ્કેશ રવેશિયા એમ સાત કર્મચારીઓના મેડીકલ ચેકઅપ કરી ફીટનેશ ખરાઈ માટે સિવિલ હોસ્પિટલને સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...