જળચર પ્રાણીઓના મોત:મોરબીમાં ઘૂટું ગામ નજીક તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠલવાયું; જીપીસીબી વિભાગ ઘોર નિંદ્રામાં

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીક આવેલા તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવ્યું હતુ. જેથી પાણી દુષિત થવા પામ્યું છે. જેના પગલે તળાવમાં રહેતા જળચર પ્રાણીઓના મોત નીપજ્યા છે. તળાવના પાણીથી જ જળચર જીવો પોતાની તરસ છીપાવતા હોય છે. ત્યારે કેમિકલયુક્ત પાણી નિર્દોષ જળચર જીવો માટે જીવલેણ સાબિત થઇ રહ્યું છે. તો બીજી તરફ જીપીસીબી વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

જીપીસીબી ટીમ જાગશે કે નહીં તે જોવાનું રહ્યું
મોરબીના ઘૂટું ગામ નજીકના તળાવમાં અચાનક માછલાઓના મૃતદેહો જોવા મળ્યાં હતા. જેના પગલે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને તપાસ કરતા તળાવમાં કોઈ કેમિકલયુક્ત પાણી ઠાલવી ગયું હોય તેવું જણાઈ આવ્યું હતુ. જે કેમિકલયુક્તને કારણે ખેડૂત પણ ચિંતાતુર બન્યા છે. કારણ કે આસપાસમાં રહેલા ખેડૂતો અને માલધારીના પશુઓ પણ આ તળાવમાંથી પાણી પીવે છે. તેમજ ખેતરમાં પણ પાણી છોડવામાં આવતું હોય છે. મોરબી પંથકમાં આવેલા સિરામિક પેપરમિલ ઉદ્યોગ દ્વારા પ્રદુષણ ફેલાતું હોય છે. જોકે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ એક્ટીવ જોવા મળતું નથી. ત્યારે આ મામલે હવે જીપીસીબી ટીમ જાગશે કે નહીં તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...