તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રસી લેવા યુવાઓમાં ઉમળકો, વડીલ વર્ગ પ્રમાણમાં શુષ્ક, મોરબીમાં 18 પ્લસમાં બીજા દિવસે પણ 93 % રસીકરણ

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં અને રસી લેવામાં યુવાનો જબરો ઉત્સાહ બતાવી રહ્યા છે. - Divya Bhaskar
ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં અને રસી લેવામાં યુવાનો જબરો ઉત્સાહ બતાવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં બે દિવસથી 18 થી 45 વયના લોકો વેક્સિનેશન શરૂ થતા યુવાઓ ભારે ધસારો કરી રહ્યા છે. મોરબીમાં 15 સેન્ટર પર આ વેક્સિનેશન શરૂ થયું છે. જેમાં પ્રથમ દિવસે 91 % વેક્સિનેશન થયું હતું. આજે બીજા દિવસે પણ કોરોના વેક્સિનેશન માટે ભીડ જોવા મળી હતી અને રજિસ્ટ્રેશન કરાવીને યુવાનો કતારબધ્ધ ગોઠવાઇ ગયા હતા અને કોરોનાની રસી લઇ સુરક્ષિત બન્યા હતા.

મોરબીના યુવાન લોકો માટે જિલ્લાના 15 સેન્ટર પર વેક્સિનેશન ચાલુ છે. જેમાં દરેક કેન્દ્ર પર 200-200 ડોઝ સપ્લાય આપવામાં આવે છે. જેમાંથી ગઇ કાલે 3000 માંથી 2736 લોકોને રસી અપાઇ હતી. જ્યારે આજે 2784 લોકોનું સફળ વેક્સિનેશન થયું હતું. જે અંદાજે 93 % જેટલું થયું છે.

મોરબીમાં જ્યારે 18 થી 45 વયના લોકોનું વેક્સિનેશન ચાલુ નહોતું ત્યારે યુવાનો રાજકોટ અને જામનગર જતા હતા. ત્યારે હવે મોરબી જિલ્લામાં વેક્સિનેશન શરૂ થતા યુવાનો ઉત્સાહ દાખવી રહ્યા છે અને સ્થાનિક સ્તરે જ તેમને રસી મળી જતાં આરોગ્ય તંત્રની દોડાદોડી પણ લેખે લાગી રહી છે.

ક્યાં કેટલું વેક્સિનેશન

પીએચસી લાલપર181

પીએસસી ખાખરાળા

183

પીએચસી ભરતનગર

184
સીએસસી જેતપુર187
સિવિલ મોરબી194

સંસ્કાર ઇમેજિંગ સેન્ટર

195

અર્બન સેન્ટર મોરબી

143
પીએચસી સાવલી185
પીએચસી લજાઈ189
પીએસસી ખાખરેચી184

પીએચસી સીંધાવદર

182
પીએચસી ઢુવા180
સિવિલ વાંકાનેર184
સિવિલ હળવદ188
પીએચસી માથક170
અન્ય સમાચારો પણ છે...