વિજચોરોમાં ફફડાટ:મોરબીમાં PGVCL ટીમનું ચેકિંગ; 297 વીજજોડાણમાં ગેરરીતિ, 79 લાખનો દંડ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી, જામનગર અને કચ્છની 30 ટીમે 4 દિવસમાં 2693 કનેક્શન ચેક કર્યા
  • સૌથી​​​​​​​ વધુ રહેણાંકમાંથી 282 વીજ કનેક્શનમાં ગેરરીતી બહાર આવી

મોરબી જિલ્લામાં થતી વીજચોરીને ડામવા અને ચોરોને આકરો દંડ કરી સજારૂપ કાર્યવાહી કરવા પીજીવીસીએલની ટીમ મેદાને પડી છે અને સરકારની તિજોરીને થતું નુકસાન ઓછું કરવા મહેનત કરી રહી છે તો બીજી તરફ વીજ ચોરો પણ હમ નહીં સુધરેંગેની નીતિ પર કામ કરી તંત્રને ડામ આપી રહ્યા છે.

મોરબીમાં જામનગર, કચ્છ અને મોરબી એમ ત્રણ જિલ્લાની 30 ટીમ એક સાથે ત્રાટકી હતી અને અલગ અલગ ટાર્ગેટ પર 2693 વીજ જોડાણ ચેક કર્યા હતા જેમાંથી 297 કનેક્શન્સમાં ઘાલમેલ માલૂમ પડી હતી અને 79 લાખની વીજ ચોરી ઝડપી લેવાઇ હતી. વીજ ચોરો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં વીજ વપરાશ વધતાની સાથે સાથે વીજચોરીનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. અને દિવસે દિવસે તેમાં વધારો થતો હોવાનું પીજીવીસીએલ વિભાગના ધ્યાનમાં આવતા વીજ ચેકિંગની કામગીરી વધારી છે. જો કે થોડા સમયમાં ફરી વીજ ચેકિંગ ટુકડી ત્રાટકી હતી.

જેમાં વીજ ચેકિંગ કર્યા બાદ ફરી એકવાર મોરબી જિલ્લામાં ફરી એકવાર પીજીવીસીએલના સર્કલ વિભાગે મોરબી, જામનગર અને કચ્છ જિલ્લાની એમ અલગ અલગ 30 ટીમ બનાવી મોરબી શહેર ગ્રામ્ય હળવદ ચરાડવા ટંકારા વાંકાનેર માળિયા સહિતના અલગ અલગ વિસ્તારમાં ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 2577 રહેણાંક,106 કોમર્શિયલ, 10 ખેતીવાડી સહિત કુલ 2693 કનકેશન ચેક કર્યા હતા. 282 રહેણાંક,14 કોમર્શિયલ અને 01 ખેતીવાડી સહિત 297 કનેક્શનમાં ગેરરીતિ બહાર આવી હતી.

મોરબી પીજીવીસીએલએ મોરબી જિલ્લામાં 6થી 10 જૂન દરમિયાન રૂ. 79 લાખની વીજચોરી ઝડપી પાડી હતી અને આ તમામ વીજચોરી કરતા લોકોના કનેક્શન કટ કરી દંડ ફટકરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...