વીજ કંપનીનો દરોડો:હળવદ PGVCLની ચેકીંગ ડ્રાઈવ, રૂ. 11.85 લાખની વીજ ચોરી ઝડપાઇ

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રમાં હાલ પીજીવીસીએલ દ્વારા ચેકિંગ અભિયાન હાથ કરવામાં આવી રહ્યું છે. જેને અનુલક્ષીને હળવદ શહેર અને તાલુકામાં પીજીવીસીએલ દ્વારા અલગ અલગ સ્થળો પર દરોડા કરીના 11.85 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી છે.

મોરબી વર્તુળ કચેરી દ્વારા હળવદ વિભાગીય કચેરીના હળવદ શહેર ગ્રામ્ય તથા ચરાવડા સબ ડિવિઝન વિસ્તારમાં વીજ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની કુલ 22 ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.

જેમાં 78 રહેણાંક વીજ કનેક્શન અને ખેતીવાડીના 77 કનેક્શન મળીને કુલ 155 વીજ કનેક્શનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રહેણાંકના 13 અને ખેતીવાડીના 14 મળીને કુલ 27 કનેક્શનમાં ગેરરીતી ખુલી હતી. જેથી પીજીવીસીએલ ટીમે કુલ 11.85 લાખની વીજચોરી ઝડપી લઈને સંબંધિત આસામીઓને વીજબીલ ફટકારવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...