ફરિયાદ:ઊલટીના બહાને ચીટર ગેંગે આધેડના એક લાખ સેરવ્યા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાંથી પૈસા ઉપાડી મોરબી આવતા હતા

મોરબીના ખાખરેચી ગામના એક ખેડૂતના ખિસ્સામાંથી રીક્ષા ચાલક તેમજ અન્ય બે શખ્સે નજર ચૂકવી રૂ.1 લાખ સેરવી લીધા હતા બનાવ અંગે ખેડૂતે 3 અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના ખાખરેચી ગામના પ્રવીણભાઈ અંબારામભાઈ જ્સાપરા નામના ખેડૂત અને તેના કાકા ગણેશભાઈ જેતપર પાસે આવેલ એસબીઆઈ બેંકમાંથી દોઢ લાખ જેટલી રકમ ઉપાડી હતી જેમાંથી રૂ 1 લાખ જેટલી રકમ ગણેશભાઈએ પ્રવીણભાઈને આપી હતી અને તે મોરબીમાં રહેતા પ્રકાશભાઈને આપવા જણાવ્યું હતું જે બાદ પ્રવીણભાઈ આ રૂપિયા લઇ જેતપરથી રીક્ષામાં મોરબી આવવા રવાના થયા હતા તેઓ જે રીક્ષામાં બેઠા હતા દરમિયાન એક શખ્સે ઉલટી થતું હોવાનું જણાવી તેની તરફ નમ્યા હતા

જે બાદ બીજા એક શખ્સે નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રૂ. 1 લાખ સેરવી લીધા હતા. રીક્ષામાંથી ઉતર્યા બાદ તેઓએ તપાસ કરતા આ રૂપિયા ખિસ્સામાં ન હતા. આથી ચોરી થયાની જાણ થતા પ્રવીણભાઈએ તાલુકા પોલીસમાં અજાણ્યા બે શખ્સ તેમજ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...