પ્રોત્સાહન:મોરબી જિલ્લાની 10 સરકારી શાળાની બાળાઓને અંકલેશ્વરની સંસ્થા તરફથી ચણિયાચોળીની ભેટ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળાઓને ટ્રેડિશનલ ડ્રેસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા જોઈ બે મહિલાએ ભેટ આપવાનું નક્કી કર્યું

મોરબીની શાળાઓમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ,જુદાં જુદાં કાર્યક્રમોમાં બાળાઓ જે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ચણીયા ચોલી પહેરીને સુંદર અભિનય ગીતો રજૂ કરે છે એ સોશિયલ મિડીયાના માધ્યમથી નિહાળીને એનાથી ખુબજ પ્રભાવિત થયા અને બે બહેનોએ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંપર્ક કર્યો અને મોરબીની માધાપરવાડી કન્યા શાળા, રાજપર તાલુકા શાળા, ભરતનગર પ્રા. શાળા, લખધીરનગર પ્રા.શાળા, કપોરીવાડી પ્રા.શાળા, કડીયાણા તાલુકા શાળા,મેરૂપર તાલુકા શાળા, બિલિયા પ્રા.શાળા, મેઘાણીવાડી પ્રા.શાળા, રંગપર તાલુકા શાળા એમ કુલ 10 શાળાઓમાં રૂ. એક લાખ સાંઈઠ હજાર કિંમતના ચણીયા ચોલીની ભેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ 10 શાળામાંથી હાલ પાંચ શાળામાં પહોંચાડી છે. બાકીની શાળાઓ માટે ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે, અને આજુબાજુની શાળાઓમાં જરૂરિયાત હોય તો આ ચણીયા ચોલીનો ઉપયોગ કરવા માટે પણ આપવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે, છે ક અંકલેશ્વર રહેતા હોવા છતાં મોરબીની બાળાઓ માટે દાન અર્પણ કરવા બદલ તમામ શાળાના આચાર્ય દ્વારા આભાર પત્ર આપીને દાતાઓનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો છે. અને ખાસ આભાર માનવામાં આવ્યો હતો.

આ બહેનો દ્વારા બિલકુલ ગરીબ બાળકો માટે ભોજન વ્યવસ્થા, અભ્યાસની ફી ની વ્યવસ્થા, ગરીબ પરિવાર કે ગરીબ સિંગલ પેરેન્ટ વાળી દીકરીઓ માટે કન્યાદાન કીટ અર્પણ કરવામાં આવે છે. જેમાં પાંચ સાડી, પાંચ ડ્રેસ મટિરિયલ્સ, એક ચણીયા ચોલી, ચાંદીના સાંકળા, બેગ એમ આશરે પંદર હજાર રૂપિયાની કિંમતની કિટ હોય છે, અનાથ આશ્રમમાં રહેતી દીકરીઓને કન્યાદાન, આંખના ઓપરેશન માટે આર્થિક મદદ, મેન્ટલી ચેલેન્જ બાળકો માટે ભાવતા ભોજન આપવા વગેરે પ્રવૃત્તિઓ ઉપલબ્ધ નાણાંકીય ભંડોળ મુજબ યુનિવર્સલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...