મોરબીના ચાચાપર ગામની સીમમાં વોકળા કાંઠેથી યુવાનનું હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી. જેમાં એલસીબી ટીમે સઘન તપાસ ચલાવતા હત્યા કરનારો હત્યારો ભાઈ ઝડપાયો છે.
ચાચાપર ગામની સીમમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતક રાજન અશોક મિશ્રા રહે મૂળ બિહાર હાલ થોરાળા ગામના પાટિયા વાળાનો હોવાની ઓળખ થઇ હતી. મૃતક સાથે વૈભવ પોલીસે કારખાનામાં કામ કરતા રાજેશ પાંડે નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી. કે મૃતક રાજન મિશ્રા તેના માતા પિતા અને ઘરના સભ્યોને હેરાન કરતો હતો અને માતા સાથે ખરાબ વર્તન કરવાની કોશિશ કરતો હતો. જેથી તેના ભાઈ આનંદ મિશ્રા કંટાળી ગયો હોવાથી રાજનની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ નોંધી વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમે હાથ ધરી હતી. જેમાં હત્યા કરી ફરાર થયેલા મૃતકના ભાઈ આરોપી આનંદ અશોક મિશ્રા (ઉ.વ.26) રહે થોરાળા ગામના પાટિયા પાસે વૈભવ પોલીવેવ કારખાના વાળાને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી. જેથી મોરબી એલસીબી ટીમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ ડી.એમ. ઢોલ, તાલુકા પીઆઈ કે.એ. વાળા, પીએસઆઈ કે.જે. ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજા, એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ અને મોરબી તાલુકા પોલીસ ટીમ જોડાયેલી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.