ગંભીર બેદરકારી:યુવાનને વેક્સિનનો બીજો ડોઝ લીધા વિના સર્ટિ. આવી ગયું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવદમાં તંત્રની ટાર્ગેટ પૂરા કરવાની આવી રેસ! ‎

રાજ્યમાં વેક્સિનેશન અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે.સરકાર વધુને વધુ લોકોને વેક્સિન આપવા સરકાર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે આરોગ્ય વિભાગના કર્મચારીઓને ટાર્ગેટ આપવામા આવી રહ્યા હોય અને આ ટાર્ગેટ પુરા કરવા અવનવા રસ્તા અપનાવી રહ્યા છે. અગાઉ મોરબી શહેરમાં મૃત વ્યક્તિના નામે વેક્સિન આપાઈ હોવાનું સામે આવ્યું હતું, તો આજે હળવદ તાલુકાના માથક ગામના ખોડાભાઈ હેમુભાઈ કોળી નામના 27 વર્ષના યુવકને ગત 27 ઓગસ્ટના રોજ ખરેડા પીએચસી સ્ટાફ દ્વારા પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો .

મોબાઇલ પર ગત 14મીના રોજ માંડલ ગામની પીએચસીમાંથી બીજો ડોઝ લીધા હોવાનો મેસેજ આવ્યો હતો. જોકે યુવાને હાલ રસીનો બીજો ડોઝ લીધો જ ન હતો.યુવાનને વેક્સિન લીધાનો મેસેજ આવતા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી છતી થઈ છે.એક તરફ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા જઈ રહ્યા નથી, બીજી તરફ જિલ્લામાં વેક્સિનના ટાર્ગેટ પૂરો કરવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે.જેના કારણે આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે અને તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...