પ્રમાણપત્ર:મોરબીમાં ફરજ બજાવતા પોલીસને પ્રમાણપત્ર અપાયાં

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 પોલીસ અધિકારી, 4 જવાનનો સમાવેશ

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓના જિલ્લા પોલીસ વડા એસ. આર ઓડેદરાએ જિલ્લા ક્રાઈમ કોંફરન્સ દરમિયાન પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. જેમાં હાલમાં હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એ. એ. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ બી. ઝાલા અને ભરતભાઈ બી લોખીલને અલગ અલગ ત્રણ ચોરીના ગુન્હા મુદામાલ સાથે ડિટેક્શન માટે જ્યારે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ. એસ. આઈ મહંમદ ઉસ્માન કાદરબક્ષ બ્લોચને સખપર ગામમાં ભારે વરસાદથી આવેલ પુરમાં ફસાયેલા લોકોના જીવ બચાવવા બદલ સન્માનિત કર્યા હતા.

ટંકારા પોલીસ મથકના એ એસ આઈ ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ અમદાવાદ શહેરમાં બાઈક ચોરીનો ગુન્હો ગણતરી કલાકમાં સોલ્વ કરવા તેમજ એસસીએસટીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબેલ યુવરાજસિંહ હકુંભા જાડેજાનું એટ્રોસિટી કેસમાં ફરિયાદીઓનું સામાજિક આગેવાનો સાથે મળી સૌહાર્દ પૂર્ણ રીતે કેસ નિકાલ કરવામાં બદલ સન્માનિત કર્યા હતા. જિલ્લાના કુલ 7 પોલીસ અધિકારી, 4 પોલીસ જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...