તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સિરામિક ઉદ્યોગકારોને ગેસ ભાવમાં કોઇ રાહત નહિ મળે

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત ગેસ કંપનીએ રોકડું પરખાવ્યું

મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ગુજરાત ગેસ કંપનીએ ભાવમાં આપેલી રૂ 4.50 રાહત પરત લઈ લેતા સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસના અધિકારીઓને મળ્યા હતા અને ભાવમાં રાહત આપવા માગણી કરી હતી. જો કે તેમની માગણી ફગાવી દેવાઇ હતી અને ગેસભાવમાં રાહત ન આપવાની જીદ પકડી રાખી હતી, તેમજ ગેસ કંપનીએ એગ્રીમેન્ટનો સમયગાળો એક મહિનાથી ઘટાડીને ત્રણ મહિનાનો કરી નાખતા ઉદ્યોગકારોમાં દેકારો મચી ગયો હતો.

આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ થઈ હતી. જો કે ગેસ કંપનીએ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા ભાવ વધારાનું કારણ રાખી ભાવ ઘટાડવાની ઘસીને ના પાડી દીધી હતી. જો કે ઉદ્યોગકારોનું માન જાળવવા ગેસ કંપનીએ એક મહિનાનો એગ્રીમેન્ટ કરવાની છૂટ આપી છે અને જે ઉદ્યોગ 3 મહિનાનો એગ્રીમેન્ટ કરે તેને 0.50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરી છે. આજે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલની ગુજરાત ગેસમા આપેલ સુચનાથી ગુજરાત ગેસના એમ.ડી. સંજીવકુમાર અને દેવેન્દ્ર અગ્રવાલ સાથે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામાં ઉદ્યોગકારોના ડેલીગેશનની મિટિંગ થઈ હતી. આ બેઠક સિરામીક એસો.ના પ્રમુખ મુકેશ ઉઘરેજા સહિતના ઉદ્યોગકારો જોડાયા હતા.

ને ઉદ્યોગોને બચાવવા માટે એક મહિનાના એગ્રીમેન્ટની રજૂઆત કરવામાં આવી હતી. જેમા ગુજરાત ગેસ દ્વારા એક મહિના અને ત્રણ મહિના બંને વિકલ્પ ચાલુ રાખવા સહમતિ દર્શાવી હતી. જેમા ત્રણ મહિનાના એગ્રીમેન્ટમા રૂ.4નો ભાવ વધારો અને એક મહિનાના એગ્રીમેન્ટમા રૂ.4.50નો ભાવવધારો કરશે અને ઇન્ટરનેશલ માર્કેટમા ગેસના ભાવ વધતા ભાવવધારો ફરજીયાત કરવો પડે તેમ છે તેવુ જણાવી ભાવઘટાડા અંગે અસમર્થતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો