માવતરનો આદર:હાજરાહજુર ઇશ્વર એવા બાની પૂજા કરી બાપુજીના શ્રાદ્ધની ઉજવણી

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના ઇજનેરે અનોખું પિતૃ તર્પણ કર્યું

ભાદરવા મહિનામાં મૃત પિતૃઓના મોક્ષાર્થે શ્રાધ્ધ વિધિ કરવામાં આવતી હોય છે. આ વિધિ દરમિયાન બ્રહ્મ ભોજન, બાલ ભોજન જેવા સેવાના કાર્યો પણ મૃતકોના વારસદારો દ્વારા કરવામાં આવતા હોય છે. અવસાન પામેલા પિતૃ પાછળ ધર્મ અને સેવાના કાર્યો થતા હોય છે અને તે યોગ્ય જ છે, પરંતુ જીવતા માતા-પિતાની સેવા વધુ વિશેષ છે તેવી સમજ આપતો દાખલો મોરબીના યુવાને આપ્યો હતો.

મોરબીના રવાપર રોડ પર વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત ડિવિઝનલ એન્જિનિયર અમૃતલાલ કેશવજીભાઇ ઠોરીયાના પિતાજી ૩૧ વર્ષ પહેલા અવસાન પામ્યા હતા, ત્યારબાદ તેમનો પરિવાર દાદાની દરેક તિથિ પર સેવા અને દાન કરતા હતા તેમજ શ્રાદ્ધ વિધિ પણ કરતા હતા. છેલ્લા ત્રણેક વર્ષથી અમૃતલાલ અને તેમનો પરિવાર પિતાજીના શ્રાદ્ધ નિમિત્તે એકઠા થાય છે

અને તેમના ૮૪ વર્ષીય માતા રંભાબાના પગ ધોઇને આરતી ઉતારી હાર પહેરાવી સાલ ઓઢાડે છે અને માતૃ પૂજા દ્વારા પિતાજીની શ્રાદ્ધ તર્પણ કરે છે આ ઉપરાંત બધા ભાઈઓ તેમના માતા ને માસિક ખર્ચ સિવાયના પણ પૈસા આપે છે જે રંભાબા દાન પુણ્ય માટે વાપરે છે. સમાજમાં પરંપરાને આ રીતે પણ આગળ ધપાવી શકે તેવા વિચારવંત લોકો અાપણી આસપાસ જ છે.

અન્ય સમાચારો પણ છે...