વાંકાનેર, માળિયા, ટંકારા, હળવદ અને મોરબી તમામ પાંચેય તાલુકામાં અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેરમાં ભલગામ શાળા, ટંકારામાં ગાયત્રીનગર શાળા, માળીયા તાલુકામાં માણાબા શાળા, હળવદ તાલુકામાં મહર્ષિ વિદ્યાલય અને મોરબી તાલુકામાં શિશુ મંદિર ખાતે કર્તવ્ય બોધ દિવસની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વાંકાનેર ખાતે મહાવીરસિંહજી ઝાલા, હળવદ ખાતે ધનજી ચાવડા પ્રિન્સીપાલ મેરૂપર શાળા, ટંકારા ખાતે દેવજી પડસુંબિયા આર્યવીર, માળીયા ખાતે હિતેશ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ, મોરબી ખાતે ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર ત્રિવેદીએ શિક્ષકોની ભૂમિકા, શિક્ષકોના કર્તવ્ય, શિક્ષક એટલે શિસ્ત, સંસ્કાર અને સત્યનું પ્રતિક છે. શિક્ષકો સમાજ અને રાષ્ટ્રના ઘડવૈયા છે, વગેરે વાતો દ્વારા શિક્ષકોને કર્તવ્ય બોધ આપ્યો હતો.
કર્તવ્ય બોધ દિવસના અંતર્ગત માહિતી આપી હતી. જેમાં આજના દિવસે મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તેનું શું મહત્ત્વ છે? તેના વિશે સચોટ માહિતીથી માહિતગાર કર્યા હતા. કર્તવ્ય બોધના પ્રસંગને અનુરૂપ ડૉ. લાભુ કારાવદરા દ્વારા શિક્ષકોનું કર્તવ્ય શું હોવું જોઈએ એ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તમામ તાલુકાઓમાં કાર્યક્રમમાં કર્તવ્ય બોધ દિવસ પ્રસંગ અનુરૂપ બૌદ્ધિક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે અને સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર વિશે પ્રસંગને અનુરૂપ માહિતી આપી હતી. જેમાં સ્વામી વિવેકાનંદે ધર્મયુદ્ધ અને સુભાષચંદ્ર બોઝે સ્વતંત્રતા યુદ્ધ લડ્યા હતા.
બંને મહાનુભાવોના જીવનચરિત્રમાં આજની પેઢીને જીવન ચરિત્રને અનુસરીને આગળ વધવું જોઈએ, રાષ્ટ્રપ્રેમ વિકસાવો જોઈએ. આ જીવન ચરિત્ર વિશે શિક્ષકોએ પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનું કર્તવ્ય કરવું જોઈએ. આ કાર્યક્રમમાં અનેક શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. આમ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્તવ્ય બોધના માધ્યમથી રાષ્ટ્ર કે હિતમે શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક, શિક્ષક કે હિતમેં સમાજની ભાવનાને ચરિતાર્થ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.