હાલત કફોડી:મોરબીના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી કોઝવે પાણી પાણી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન વ્યવહાર અમુક કલાકો થંભાવી દેવો પડ્યો

મોરબીમાં રવિવારે એક જ રાતમાં ધોધમાર પાંચ ઇંચ અને જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ બાદ સોમવારે રાતે અને મંગળવારે સવારે પણ મેઘસવારી યથાવત રહેતાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોના લોકોની હાલત કફોડી બની હતી અને વોંકળા બે કાંઠે ધસમસતા થયા હતા તો અમુક કોઝવે ધોવાઇ જતાં વાહન વ્યવહારને અટકાવી દેવો પડ્યો હતો. આથી વાહનચાલકોને ભારે પરેશાની વેઠવી પડી હતી.

મોરબી જિલ્લામાં ટંકારા મેઘપર ઝાલા કોઝ વે પર ભયંકર પાણી ફરી વળ્યા હતા જેના લીધે વાહનો પસાર થઇ શકે તેવી સ્થિતિ ન હતી અને વાહનોને કાંઠે જ અટકાવી દેવાપડ્યા હતા. જ્યારે પ્રવાહ ઓછો થયો પછી વાહન વ્યવહાર પૂર્વવત થઇ શક્યો હતો. તો બીજી તરફ મોટી વાવડી પંચાસર ગામને જોડતા રોડનો વોંકળો બે કાંઠે આવ્યો હતો અને પાણી રોડ પર ફરી વળતાં અમુક કલાકો સુધી વાહનોને પસાર થતા અટકાવી દેવાયા હતા, કે જેથી કરીને કોઇ દુર્ઘટના ન બને.

અન્ય સમાચારો પણ છે...