તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મોરબીની અણીયારી ચોકડી પાસે કન્ટેનર કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો, 3ના મોત

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારમાં સવાર 3નાં મોત - Divya Bhaskar
કારમાં સવાર 3નાં મોત
  • ક્રેનની મદદ લઈ તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
  • પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી

મોરબીની અણીયારી ચોકડીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા પાસે કન્ટેનર કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. હાલ તો પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી ત્રણેયના મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં રવાપર ગામમાં રહેતા નિલેશભાઈ અમરશીભાઈ ચાડમિયા, બેચરભાઈ નારણભાઈ ચાડમિયા અને ખાખરેચી ગામના ગૌતમ ચંદુભાઈ સંતોકીનું ઘટનાસ્થળે કારમાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતકોને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ
ઘટનાની વિગત અનુસાર મોરબી નજીકની અણીયારી ચોકડીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા ઉપર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો. કન્ટેનર કાર પર પડવાના કારણે કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા 3 વ્યક્તિના મોત નીપજ્યા છે. તમામના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો. હાલ મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ત્રણેયના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...