બન્ને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો:ટંકારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા

મોરબી2 મહિનો પહેલા

ટંકારા વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ તથા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથે વિશાળ રેલી યોજી સમર્થકોની ઉપસ્થિતિમાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને બન્ને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ટંકારા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું
ટંકારા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ શકત શનાળા શક્તિ માતાજી મંદિરે શીશ ઝુકાવી રેલીનો પ્રારંભ કર્યો હતો. જે રેલીમાં કારમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. લલિત કગથરાએ ટંકારા મામલતદાર કચેરી પહોંચીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બાદમાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આજે ઉમેદવારી નોંધાવી છે. ભાજપના 27 વર્ષના શાસનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનો નોકરી માટે તડપે છે, ખેડૂતો દુખી છે, માત્ર અદાણી-અંબાણી જેવા 3-4 લોકો સુખી છે. સરકાર જવાનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે, પરિવર્તન થવાનું છે. ગત ચૂંટણી કરતા વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ટંકારા બેઠકના ભાજપ ઉમેદવાર
ટંકારા બેઠકના ભાજપ ઉમેદવાર

ટંકારા બેઠકના ભાજપ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું
​​​​​​​
ટંકારા બેઠકના ભાજપ ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ સમર્થકોની વિશાળ હાજરીમાં માર્કેટિંગ યાર્ડથી રેલી સ્વરૂપે ટંકારા મામલતદાર કચેરી ખાતે પહોંચીને આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જે પ્રસંગે ભાજપ અગ્રણી બ્રિજેશ મેરજા, રાઘવજી ગડારા અને મગન વડાવીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દુર્લભજી દેથરીયાએ આજે ઉમેદવારી ફોર્મ રજુ કર્યા બાદ મીડિયા સમક્ષ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...