તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લા ભાજપ દ્વારા ગુરુવારે નગરપાલિકા, 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારની યાદી જાહેર થઈ હતી.અને ઉમેદવાર જાહેર થતાની સાથે ભાજપમાં ભડકો થયો હતો.જેમાં અલગ અલગ વોર્ડમાં સ્થાનિક ઉમેદવારોને લઈ રોષ ફેલાયો હતો. જેના કારણે ભાજપને 24 કલાકની અંદર જ ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. અને વોર્ડ 10,8 અને 5માં ફેરફાર કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ પ્રમુખ કેતન વિલપરાની ટિકિટ કપાઈ હતી. જો કે તેમાં ફેરફાર કરી તેમને વોર્ડ 8 ની ટિકિટ આપી દીધી હતી.
પૂર્વ પાલિકા પ્રમુખ લલિત કામરીયાની ટિકિટ કાપી નાખી હતી. આ ઉપરાંત બ્રહ્મ સમાજમાં પણ બે ઉમેદવારની ટિકિટ કપાઈ જતા નારાજગી છવાઈ ગઈ હતી. તો પ્રભુ ભૂતની પણ વોર્ડ 10 ની ટિકિટ આપવામા આવી હતી હવે તેના બદલે 8 વોર્ડમાં લડશે. વોર્ડ નંબર 10માં આખી પેનલમાં ફેરફાર કરી પ્રભાબેન કાનજીભાઈ ડાભીને બદલે નરેન્દ્રભાઈ પરમાર જ્યોત્સનાબેન અમિતકુમાર બુદ્ધદેવને બદલે મેઘાબેન દીપકભાઈ પોપટ, ચતુરભાઈ કરમશીભાઇ દેત્રોજાના બદલે તેમના પત્ની શીતલબેનને પણ વોર્ડ 8માંથી ટિકિટ આપવામાં આવી છે.
પાલિકા બેઠકો માટે દાવેદારીમાં 2 ટિકિટ કપાતા બ્રહ્મ સમાજમાં બે ફાડિયા
મોરબી નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપે 5 ટિકિટ આપવામાં આવી હતી. જોકે આ વખતે માત્ર 3 ટિકિટ આપવામાં આવી છે તેમાં ત્રણ મહિલાઓને મળી પુરુષને ટિકિટ મળી નથી. બ્રહ્મ સમાજમાં ગુરુવારે રોષ જોવા મળ્યો હતો અને રાત્રે અપક્ષ ઉંમેદવારી કરવાની જાહેરાત કરી હતી તો એક પક્ષે જે મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી તેમને જીતાડવા હવન અને અનુષ્ઠાન કર્યો હતો અને તેને જીતડવા અપીલ કરો હતી આમ ટિકિટ ફાળવણી મુદે પણ જાણે બે ભાગ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
મોરબી પાલિકામાં આજે શુક્રવારે 30 ફોર્મ ભરાયા, 89 ફોર્મ ઉપડ્યા
મોરબી પાલિકાની ચૂંટણીની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. આજે 1થી 13 વોર્ડ 89 ફોર્મ ઊપડ્યા હતા. જયારે 30 ઉમેદવારોએ ફોર્મ જમા કરાવીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે મોરબી તાલુકા પંચાયતની 26 બેઠક પર 37 ફોર્મ ભરાઈને આવ્યા હતા. સામે વધુ 83 ફોર્મ ઊપડ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતની 8 બેઠકમાં 8 ફોર્મ ભરાયા હતા.
માળિયા મી.પાલિકા માટે શુક્રવારે એક પણ ફોર્મ જમા ન થયું
મોરબી જિલ્લાની માળીયા મી.નગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠક માટે શુક્રવારે એક પણ ફોર્મ ભરાયું ન હતું.કે એક પણ ઉપડ્યું ન હતું.તો માળીયા તાલુકા પંચાયત 10 ફોર્મ જમા થયા હતા જ્યારે 2 ફોમ ઊપડ્યા હતા તો જિલ્લા પંચાયત ની મોટા દહીંસરા અને ખાખરેચી બેઠક માટે માત્ર એક ફોર્મ જમા થયું હતું પણ એક પણ નવું ફોર્મ ઊપડ્યા ન હતા.
ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ
જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાટે શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને હજુ ભાજપ કોંગ્રેસ તેમજ અન્ય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારો ફોર્મ ભરવા આવી પહોચશે જેથી તમામ કચેરીઓ ફોર્મ ભરવા ભારે ધસારો.થાય તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.
હવે પાલિકામાં આ ઉમેદવારો નસીબ અજમાવશે
વોર્ડ નં. 5
સીતાબા અનોપસિંહ જાડેજા
દર્શનાબેન નલિનકુમાર ભટ્ટ
કમલભાઈ રતિલાલ દેસાઈ
કેતનભાઈ સુરેશભાઈ રાણપરા
વોર્ડ નં. 8
ક્રિષ્નાબેન નવનીતભાઈ દસાડીયા
મંજુલાબેન અમૃતલાલ દેત્રોજા
પ્રભુભાઈ અમરશીભાઇ ભૂત
દિનેશભાઇ કૈલા
વોર્ડ નં. 10
નરેન્દ્રભાઇ પરમાર
મેઘાબેન દીપકભાઈ પોપટ
શીતલબેન ચતુરભાઈ દેત્રોજા
કેતનભાઈ અમૃતલાલ વિલપરા
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.