ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઉમેદવારો વચનો આપવામાં ઝંઝાવાતી, મતદારો શાંતિથી સાંભળી લેવાના મૂડમાં

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી-માળિયાના ગામડામાં રાજકીય માહોલ, મંદિરોમાં પણ યોજાઇ સભાઓ

મોરબી માળીયા જિલ્લાની વિધાનસભા બેઠક પર મતદાનને હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે ત્યારે સંમગ્ર બેઠકમાં ચૂંટણી પ્રચાર તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. કોઈ પણ પક્ષના ઉમેદવારનો ચૂંટણી કાફલો ગામમાં ઉતરે એટલે ગ્રામજનો મીઠો આવકાર આપે છે, બોલાવે છે. તેમની વાતો સાંભળે છે અને પોતાના મુદા મૂકે છે. પરંતુ પોતાનો ઝુકાવ કળાવા દેતા નથી.

કેટલાક ગામડા તો બંને પક્ષના સમર્થક હોવાના દાવા કરે છે.પણ મત તો ગામની વાત સાંભળે અને તેની અમલીકરણ કરે તો જ મત મળશે તે બાબતે મતદારો સ્પષ્ટ છે. મોરબી જિલ્લાના નજીકના ગામડાના મતદારોના મનની વાત અહીં ગ્રાઉન્ડ રિપોર્ટમાં રજૂ કરવામાં આવી છે.

ધરમપુર|રસ્તાની સમસ્યા ઉકેલાશે તો જ મત મળશે!
મોહનભાઇ સહિતનાઓ જણાવે છે કે મોરબી શહેરથી માત્ર 5 થી 7 કિમી દૂર આવેલા અમારા ધરમપુર ગામમાં મુખ્ય એવા બન્ને પક્ષના ઉમેદવાર ગામની મુલાકાત લઈને ગયાં. અમારા ગામમાં રોડ પાણી લાઈટ સહિતના મુદ્દાને લઈ ચર્ચા કરી વચનો આપ્યા. ગ્રામજનોએ કાલીન્દી નદીનું નાળું, કાળાં પથ્થરના બ્લાસ્ટ કામગીરી મુદે તેમજ તેના વાહનો આડેધડ ચાલતા વાહનો પર અંકુશ લાવવા સહિતની રજૂઆતો તેમને કરી અને તેમને સ્પષ્ટ સંભળાવ્યું કે આ સમસ્યાઓ ઉકેલશે તેમને જ મત મળશે.

ભરતનગર | લોકો કામને આધારે મત આપવાની તરફેણમાં
મનસુખભાઇ પટેલ કહે છે કે ઉમેદવાર પ્રચાર કરીને ગયા. લોકોને મળ્યા, લોકોએ ભૂતકાળમાં જે કામ થયાં હતા. તેના આધારે જ ઉમેદવારને મત આપવાનું મન બનાવી લીધું છે.1500 જેટલા વોટિંગ ધરાવતા ગામમાં કામને પ્રાધાન્ય અપાયું છે

ખાખરેચી | અહીં સિંચાઈ, પાણી મુદ્દો જ મહત્ત્વનો રહેશે
ધવલભાઇ પટેલ કહે છે કે અમારા માટે સિંચાઈનો મુદ્દો મહત્વનો છે.સિંચાઈનું પાણી ન મળવાની સમસ્યા છે.રજૂઆત છતાં પાણી ન મળતાં આગોતરા વાવેતર થયા ન હતા. આ વખતે મતદાન ફેર થાય તેવી શક્યતા નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...