તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ:મોરબીમાં કેનાલ રોડથી જેલ રોડ પહોળો થશે, દબાણો ખડકાતા 80 ફૂટનો રોડ માંડ 25 ફૂટનો રહ્યો છે

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. વસ્તી અને વાહનોના વધારાને કારણે રસ્તાઓ સાંકડા પડવા લાગ્યા છે ત્યારે પાલીકા તંત્ર દ્વારા કેનાલ રોડ પર આવેલા વિજયનગરથી જેલરોડ સુધીનો રસ્તો પહોળો કરવા કવાયત હાથ ધરાઇ છે.

આ રોડ પર ખુલ્લો વોંકળો આવેલો છે અને દબાણના કારણે 80 ફુટનો રોડ 25 ફુટનો થઈ ગયો છે. હાલમાં વોંકળામાં મોટા પાઇપ નાખવામાં આવી રહ્યા છે, ત્યારબાદ વિજયનગરથી પટેલનગર સુધીનો દોઢ કિલોમીટરનો રોડ પહોળો કરાશે અને દબાણ હટાવવામાં આવશે. આ દોઢ કિલોમીટર બાદ વજેપર ગામથી ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ માટેના પ્લાન અને એસ્ટિમેટ તૈયાર થઈ ગયા છે.

આ રોડ બની જતા કેનાલ રોડની ટ્રાફિક સમસ્યા મહદ અંશે હળવી થઈ જશે પરંતુ હાલમાં જે દબાણ છે તે કેટલાક રાજકીય આગેવાનોના, તેમના ભાગીદારોના કે સગા સંબંધીઓના છે ત્યારે પાલિકાતંત્ર આ દબાણો હટાવી શકે છે તે જોવાનું રહેશે. એક સમયે આ રોડ 80 ફૂટનો હતો અને વાહનચાલકોને પ્રમાણમાં પરેશાની ઓછી હતી.

હવે વાહનો વધ્યા તેની સાથે રોડ પરના દબાણો પણ વધી ગયા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઔર વકરી છે. જો કે છેલ્લા થોડા સમયથી આ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્ર મહેનત કરી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ દબાણો હટાવીને રસ્તો મોકળો કરી દેવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.

રવાપર રોડ અને કેનાલ રોડનો ટ્રાફિક ડાઇવર્ટ થઇ જશે
મોરબીમાં હાલમાં એસપી રોડની સામેની બાજુએ વોંકળામાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાઇપ નાખવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. વિજયનગર-૩ થી આલાપ પાર્ક અને પટેલ નગર સુધીનો આ રોડ ૮૦ ફૂટનો બનશે. આ રોડમાં વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવશે. આ રોડ પૂરો થાય ત્યાં જ ઓવર બ્રિજ શરુ થઇ જશે. જેથી રવાપર રોડ તથા કેનાલ રોડનો ઘણો બધો ટ્રાફિક ડાઇવર્ટ થઇ જશે. પાઇપ નખાઇ જાય એટલે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ત્યાં સુધીમાં આ રોડનું પ્લાન અને એસ્ટિમેટ આવી જતા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી ઝડપથી રોડનું કામ શરુ કરી દેવાશે. > ગીરીશ સરૈયા, ચીફ ઓફિસર, મોરબી

અન્ય સમાચારો પણ છે...