મોરબીમાં સિરામીક સહિતના ઉદ્યોગોને કારણે મોરબીમાં પરપ્રાંતીય શ્રમિકો મોટાપ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે બહારથી ગુના આચરી આવેલા કે અહીં ગુનો આચરી નાસી જતાં ગુનેગારોને પકડવામાં સરળતા રહે તે માટે મોરબી જિલ્લા પોલીસતંત્ર દ્વારા એસ્યોર મોરબી એપ્લિકેશનમાં પરપ્રાંતીય શ્રમિકોની નોંધ ફરજિયાત કરી હોવા છતાં અનેક આસામીઓ દ્વારા આવી નોંધ નહીં કરવામાં આવતા મોરબી પોલીસે ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરી છે જેમાં ગઈકાલે સ્પા સંચાલક સહીત વધુ નવ આસામીઓ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
ખડીયાવાસમાં પોતાની માલીકીની ઓરડીઓ પરપ્રાંતીય માણસોને ભાડેથી આપી પોલીસને જાણ નહીં કરનાર વિમલભાઇ નાજાભાઇ ઝાપડા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી. તેમજ મોરબી માળીયા હાઇવે રોડ પર વસુંધરા હોટલમાં કોઈપણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખનાર ભાર્ગવભાઈ માવજીભાઈ જોષી વિરુદ્ધ તેમજ સર્કિટ હાઉસ પાસે આવેલ એન.આર.થાઇ સ્પાના સંચાલકે મસાજ પાર્લરના સંચાલક વિપુલભાઇ રામઆશ્રય પાંડેએ પોતાની નીચે કામ કરતા સ્ટાફના આઇડી પ્રુફ મેળવેલા ન હોઇ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
જયારે મોરબી તાલુકા પોલીસે વનાડીયા ગામ પાસે આવેલ રવી મીલન સીમેન્ટ પાઇપ નામના કારખાનાના કોન્ટ્રાકર મહેશભાઇ ડાયભાઇ વાઘેલાએ પરપ્રાંતિય મજુરનુ રજિસ્ટ્રેશન ન કર્યું હોય તેમની સામે કાર્યવાહી કરી હતી સાથે જ પટેલ સીમેન્ટ પાઇપ નામના કારખાનામા બહારના મજૂર કામે રાખનાર કોન્ટ્રાકટર સોહનભાઇ કેજુભાઇ બારૈયા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.