આવક મેળવી:આંબાની પ્રાકૃતિક ખેતી કરી પિતા પુત્રે કેરીનો 30% વધુ પાક મેળવ્યો

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદના શિવપુર ગામે 600 રોપા વાવી ધાર્યું પરિણામ મેળવ્યું

હળવદ તાલુકાના શિવપુરના નરભેરામભાઇ ગામીએ પોતાના ખેતરમાં આંબાના ૬૦૦ રોપાનું વાવેતર કર્યુ હતું અને આ રોપાઓને ઉછેરવામાં તેમણે અને તેમના પુત્ર વિપુલભાઇ ગામીએ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું. દેશી ગાય આધારીત ખેતી કરતા હોવાથી તેમને ગાયના નિભાવ ખર્ચ માટે પણ સરકારની યોજનાનો લાભ મળ્યો અને મબલખ પાક મેળવી અન્ય ખેડૂતો કરતાં 30 ટકા વધુ ઉત્પાદન અને આવક મેળવી.

સરકાર દ્વારા પાણી બચાવવાના ઝુંબેશના ભાગરૂપે જ્યારે ટપક સિંચાઇ પદ્ધતિને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે તેમણે પણ સિંચાઇ માટે ટપક સિંચાઇ પધ્ધતિને અપનાવી હતી. રાજ્ય સરકારની આત્મા સંસ્થા સાથે સીધા જોડાયેલા વિપુલભાઇ સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતીના સમર્થક છે.

ફાર્મર ફ્રેન્ડ તરીકે પણ આજુબાજુના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપે છે. તેઓ જણાવે છે કે બાગાયતી ખેતી દ્વારા ખેડૂતો વધુ આવક મેળવી શકે છે. સરકાર દ્વારા રોપાની ખરીદીથી ફળ તૈયાર થઇને બજાર સુધી પહોંચે ત્યા સુધી વિવિધ સહાય અને સહકાર અપાઇ રહયો છે. જેથી ખેડૂતોની આવક બમણી થઇ શકે અને ખેડૂતો સદ્ધર બની શકે.

ખેડૂત અગ્રણી નરભેરામભાઇ ગામી જણાવે છે કે, સરકારની સહાય તો પાયામાં જ છે. ઉપરાંત સંપૂર્ણપણે અળસીયાની ખેતી અને પ્રાકૃતિક ખેતીની પદ્વતિથી કેરીની ખેતી કરતા હોવાથી અમારી કેરીની બજારમાં વિશેષ માંગ છે. એટલું જ નહીં પ્રાકૃતિક ખેતી કરતાં હોવાથી પ્રાથમિક ખર્ચ ફક્ત ૨૫ ટકા જેટલો જ થાય છે.

અન્ય સમાચારો પણ છે...