અબોલ જીવનું મોત થતા અરેરાટી:મોરબીની સબ જેલ નજીક વીજશોક લાગવાથી આખલાનું મોત; જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી પંથકમાં વીજશોક લાગવાથી અબોલ જીવોના મોતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. જેમાં અગાઉ બગસરા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. તો હવે મોરબીના સબ જેલ નજીક વીજશોકથી એક આખલાનું મોત થયું છે.

સબ જેલ નજીક વીજશોક લાગતાં આખલાનું મોત
બનાવની મળતી માહિતી મુજબ મોરબીની સબ જેલ નજીક વીજશોક લાગતાં આખલાનું મોત થયું હતું. અવારનવાર ખુલ્લા ટીસી કે જોખમી વાયરને અડકી જતાં પશુનાં મોત થતાં હોય છે. જો કે આખલાનું મોત થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તેમજ વીજ તંત્ર આવા જોખમો ટાળે અને અબોલ જીવોની રક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...