તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાંધકામોમાં ઉપયોગમાં લેવાતા સિમેન્ટ તેમજ લોખંડના ભાવમાં ખાનગી કંપનીઓએ અસહ્ય ભાવ વધારો ઝીંકી દેતા બિલ્ડર લોબીએ આક્રમક વલણ અપનાવ્યું છે અને આ બાંધકામોના રો મટિરિયલમાં થયેલા ભાવવધારાના વિરોધમાં ગુજરાત ભરની સાથે મોરબીના બિલ્ડરોએ આજે હડતાલ પાડી હતી અને બિલ્ડરોએ કલેકટરને આવેદનપત્ર આપી બાંધકામના રો મટિરિયલમાં થયેલા ભાવવધારા મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશનના નેજા હેઠળ તમામ બિલ્ડરોએ આજે બાંધકામ સાઇટ પર કામ બંધ રાખીને સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કંપનીઓએ કરેલા ભાવવધારાનો વિરોધ કર્યો હતો.બિલ્ડરોની આ હડતાલને કારણે મોરબીમાં તમામ બાંધકામ સાઈટ ઉપર કામો બંધ રહ્યા હતા.બિલ્ડરોએ પોતાની બાંધકામ સાઈટ બંધ રાખીને આજે કલેકટરને આવેદન આપ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે, સિમેન્ટમાં 25 ટકા ભાવ વધારો તો સ્ટિલમાં 50 ટકા જેટલો તોતિંગ ભાવ વધારો કરાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ભાવવધારાને કારણે લોકોના ઘરના ઘરનું સ્વપ્ન ચકનાચૂર થઈ જાય એટલું મોંઘું પડવાનું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.