મોરબી માળિયા હાઈવે પર બેકાબૂ ટ્રકનો ગાડી સાથે અકસ્માત થતાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બાઈક અને ટ્રેક્ટરના અકસ્માતમાં બાઈકસવારનું મોત થયું હતું.
સાળાના દીકરાનું કરુણ મોત
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના વિસીપરાના રહેતા દરવસિંહ ઉર્ફે ધરવસિંહ સોદાનસિંહ બાધેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ અને તેમનો સાળાના દીકરો દેવેન્દ્રસિંહ (ઉ.વ.20) મોરબીથી માળિયા જઈ રહ્યા હતા. તેઓ શેરડીના રસ કાઢવાનો ચિચોડો લઈને જતા હતા. ચિચોડાની ગાડી દેવેન્દ્ર ચલાવતા હતા. ત્યારે માળિયા હાઈવે પર હરીકૃપા પેપરમિલ નજીક પહોંચતા પૂરઝડપે આવી રહેલા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં દરવસિંહ નીચે પડી ગયા હતા. જ્યારે તેમના સાળાનો દીકરો દેવેન્દ્ર ટ્રકના ટાયરમાં આવી જતા તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વળાંત લેતી વખતે ભત્રીજા કાનાનું મોત
બીજા બનાવમાં મોરબીના રવાપર રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતા ખેંગાર મોહનભાઈ રાઠોડ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો ભત્રીજો કાનો થોરાળા રોડ પર આવેલ પોલીપ્લાસ્ટ કારખાનામાંથી પોતાનું બાઈક લઈને રાજપર ગામ તરફ રાતના સમયે જતો હતો ત્યારે બાઈક અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. તેનું બાઈક વળાંક લેતી વખતે એક ટ્રેક્ટર ટ્રોલી સાથે જતું હતું તેની સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા કાનાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. આ અકસ્માતમાં પણ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી નાસી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.