તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બગસરામાં 20 દી’થી પાણીના સાંસા

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પનીહારીઓ લાંબી પદયાત્રા કરે ત્યારે માંડ બેડું પાણી નસીબ થાય

માળીયા (મી.) તાલુકાના બગસરા ગામે ભરઉનાળે પાણીની કારમી અછત સર્જાઈ છે. ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની કટોકટી સર્જાતા ગામલોકોને પાણી માટે જ્યાં-ત્યાં વલખા મારવાની નોબત આવી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પાણી પ્રશ્નનું નિરાકરણ ન આવતા લોકોની ધીરજ ખૂટી છે અને પાણી પૂરતા પ્રમાણમાં ન મળે તો પાણી પુરવઠાની કચેરીએ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે. મોરબી જિલ્લાના છેવાડાનો તાલુકો જ્યાં દરિયા કિનારો અને કચ્છનું નાનું રણ નજીક હોવાથી પાણીની તકલીફનો લોકો વર્ષોથી સામનો કરતા હતા.

હવે આ સ્થિતિ ઉનાળામાં ફરીવાર સામે આવી છે. આ વખતે માળિયા(મિ.) તાલુકાના બગસરા ગામમાં છેલ્લા 20 દિવસથી નાનાભેલાથી આવતું પાણી માત્ર બીજા દિવસે 2 કલાક અથવા 4 કલાક પાણી આવે છે. તો નાના ભેલાથી બગસરા પાઇપ દ્વારા અપાતું પાણી જે સંપમાં આવે છે. તેનાથી આખા ગામનું પાણી વિતરણ બંધ છે

પીવાનું પાણી નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી
છેલ્લા 20 દિવસથી પાણી માટે રઝળપાટ કરતા લોકોની પીડાને વાચા આપી માળિયા તાલુકા પંચાયતના સદસ્યા રૂખીબેન ભીમભાઈ પીપળીયાએ પાણી પુરવઠાના અધિકારીને રજૂઆત કરી હતી અને સાથોસાથ ઉમેર્યું હતું કે જો પૂરતા પ્રમાણમાં પાણી નહિ મળે તો કચેરી સામે ધરણા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...