તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:રવાપર રોડ પર ગેસ-પાણીની લાઈનમાં ભંગાણ, અફરાતફરી

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
નિર્માણાધીન કામગીરી દરમિયાન રોડ ગેસ, પાણીની લાઇન તૂટતા ભયનો માહોલ સર્જાયો. - Divya Bhaskar
નિર્માણાધીન કામગીરી દરમિયાન રોડ ગેસ, પાણીની લાઇન તૂટતા ભયનો માહોલ સર્જાયો.
 • મોરબીમાં કોન્ટ્રાક્ટર્સે મંજૂરી વગર રોડ ખોદવાનું શરૂ કર્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસે નવા રોડ બનાવવાના કામ માટે કોઈપણ જાતની મંજૂરી લીધા વગર રોડના કોન્ટ્રાક્ટરોએ રોડનું ખોદકામ કરતા ગેસની લાઈન તૂટતા ગેસ લિકેજથી નાસભાગ મચી ગઇ હતી.જો કે ગેસની લાઈનની સાથે પાણીની લાઈન પણ તૂટી હતી.ગેસની લાઈન તૂટ્યાની જાણ થતાં ગેસ કંપનીના અધિકારીઓ સ્થળ ઉપર જવા રવાના થયા હતા,અને ગેસ લિકેજનું રિપેરિંગ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.જો કે ગેસની સાથે સાથે પાણીનો ભરાવો થવાથી કામગીરીમાં ભારે જહેમત ઉઠાવી પડી હતી. બપોરના સમયે જ ગેસની લાઇન લીક થતાં ગૃહિણીઓના રસોઇના સમય ખોરવાઇ ગયા હતા.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસે નવા રોડનું કામકાજ ચાલી રહ્યું છે. નવા રોડ બનાવમાં માટે આજે રોડનું ખોદકામ કરવામાં આવ્યું હતું.જો કે રોડના કોન્ટ્રાક્ટરોએ કોઈપણ જાતની મંજૂરી લીધા વગર રોડનું આડેધડ ખોદકામ કરાવતા આ સ્થળે ગેસની લાઈન અને પાણીની લાઈન તૂટી ગઈ હતી.ગેસની લાઈન તૂટતા ગેસ લિકેજથી થોડીવાર માટે અફડાતફડી સર્જાઈ હતી .હાલ બોપરના સમય માટે ગૃહિણીઓને રસોઈ કામ કરવાનું હોય તેવા ટાંકણે જ ગેસની લાઈન તૂટતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગેસની લાઈન તૂટતા ગેસ કંપનીના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને લાઈન રીપેર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો