મોરબી પોલીસની કાર્યવાહી:આંગડિયા કર્મીને મારી લૂંટ કરનાર બંને આરોપીને દિલ્હીથી ઝડપ્યો; કોર્ટે 12મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપી પાસેથી રૂ 3.90 લાખ કબજે કર્યા

મોરબીના આંગડીયા કર્મીને બે લૂંટારૂએ રવાપર રોડ પર બંધુકની અણીએ લૂંટી લીધો હતો અને પોલીસથી બચવા સુરેન્દ્રનગરના લુણા ગામથી હરિદ્વાર નીકળી ગયા હતા જ્યાંથી દિલ્હીમાં હોવાની બાતમીના આધારે દિલ્હી પોલીસની મદદથી બંનેને ઝડપી લીધા હતા. દિલ્હીમાં બન્ને વિરુદ્ધ અમર્સ એકટ હેઠળ ગુનો નોંધાયેલ હોવાથી ત્યાંની કાર્યવાહી પૂર્ણ કરી રેજે બંનેનો કબજો મેળવી મોરબી લાવ્યા હતા.

પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ બાવરવાને રવાપર ચોકડી નજીક આંતરી બે બાઈકસવારે મરચાની ભૂકી છાંટી બંદુક બતાવીને પૈસા ભરેલા થેલામાંથી રોકડ લૂંટનો પ્રયાસ કર્યો હતો અને ભોગ બનનારે પ્રતિકાર કરતા રિવોલ્વર જેવા હથિયાર કાઢી અમુક રકમની લૂંટ ચલાવી આરોપીઓ નાસી ગયા હતા જે બનાવને પગલે પોલીસની વિવિધ ટીમ બનાવી તપાસ ચલાવતા આરોપીઓનું પગેરું દિલ્હી અને હરિદ્વાર હોવાનું ખુલતા મોરબી એલસીબી ટીમે દિલ્હી સુધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓ જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ (રહે.ટંકારા) અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુરસિંગ રાજપૂત (રહે સુરત) દિલ્હી ખાતેથી મળી આવતા બંનેની તપાસ કરી હતી.

જેમાં લૂંટના ગુનામાં ઉપયોગ કરેલા હથિયાર અને રોકડ રૂપિયા મળી આવ્યા હોય જેથી દિલ્હી પોલીસ દ્વારા બંને વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર અંગેનો ગુનો નોંધ્યો હતો અને રોકડ રકમ રીકવર કરી ધરપકડ કરી હતી. જે આરોપીનો પોલીસે કબજો મેળવી મોરબી લાવ્યા હતા અને બંનેને કોર્ટમાં રજુ કરતા તા. 12 સુધીના રિમાન્ડનો આદેશ કર્યો છે. લૂંટ થયેલા રૂ.3.90 લાખની રોકડ દિલ્હી પોલીસે કબજે કરી હોય જે રકમ મોરબી પોલીસને સોંપી છે અને રકમ રીકવર કરી છે.

પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
દિલ્હી લાવ્યા બાદ બન્ને આરોપીને સાંજના સમયે બનાવ સ્થળ પર લઈ જઇ ઘટનાંનું રી કન્સ્ટ્રકશન લગભગ 2000 લોકોની હાજરીમાં થયું હતું લોકોએ તાળીના ગડગડાટથી પોલીસની કામગીરીની સરાહના કરી હતી.

આરોપી જયદીપને દેણું થઈ જતા લૂંટ ચલાવી
આરોપી જયદીપ મૂળ ટંકારાનો વતની છે તેને દેવું થતા તે ચૂકવવા માંગતો હતો. વિરમ નામના શખ્સ થકી સેન્ડી ઉર્ફે સંદિપના કોન્ટેકટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...